Not Set/ આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ કરાશે

આજે સમગ્ર વિશ્વમાં ૫મી જૂનના દિવસ ને  વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે  સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ […]

Gujarat Others
Untitled 35 આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ કરાશે

આજે સમગ્ર વિશ્વમાં ૫મી જૂનના દિવસ ને  વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે  સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરાઇ રહ્યુ છે.

રાજ્ય સરકાર દ્વારા વનીકરણ, અને ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના વ્યા૫ક પ્રયાસો કરવામાં આવી રહયા છે. તાજેતરની કોરોના મહામારીમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે આયુષ્ય રથ દ્વારા રાજયના તમામ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા-ઔષઘિઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વન વિભાગ નાગરિકોના આરોગ્ય માટે ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા આ વર્ષે ૫વિત્ર તુલસી ૨૧ લાખ રોપાઓનું લોકોને વિતરણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણીનું આયોજન કર્યુ છે. જેના હેઠળ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં – પ લાખ, સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં –ર લાખ, વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં – ૧ લાખ, રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં – ૧ લાખ અને ગાંઘીનગર, જુનાગઢ, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાએ પ્રત્યેક ૫૦ હજાર તથા અન્ય સ્થળોએ તુલસી છોડનું વિતરણ કરી લોક જાગૃતિ કેળવાશે.

આ દિવસે રાજયભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં જગ્યાની ઉ૫લબ્ઘી પ્રમાણે તુલસી રો૫ણ કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યપ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટીક કચરાના નિકાલની ઝુંબેશ હાથ ઘરવામાં આવશે.