Anand/ બોરસદમાં નાળું બનાવવાને લઈ ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, પોલીસે પણ કર્યો લાઠીચાર્જ

આણંદના વાસદ-બગોદરા સિક્સ લેસ હાઈવે પર ડભાસી ગામ આવેલું છે અને આ ગામની નજીક સ્થાનિક રહીશો દ્વારા નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

Gujarat Others
a 63 બોરસદમાં નાળું બનાવવાને લઈ ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, પોલીસે પણ કર્યો લાઠીચાર્જ

મધ્ય ગુજરાતના આણંદ જીલ્લામાં એક નાળું બનાવવાને માંગને લઈ ચક્કાજામ કરાયો હોવાની એક ઘટના ઘટના સામે આવી છે. આ સમયે બોરસદ-ડભાસી હાઈવે પર નાળું બનાવવાની માંગ સાથે કરવામાં આવેલા ચક્કાજામ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે મળતા અહેવાલો મુજબ, આણંદના વાસદ-બગોદરા સિક્સ લેસ હાઈવે પર ડભાસી ગામ આવેલું છે અને આ ગામની નજીક સ્થાનિક રહીશો દ્વારા નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

આ ચક્કાજામની ઘટના અંગેની જાણ પોલીસને થતા તેઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ ઘટના બાદ હવે ડભાસી ગામમાં તનાવપૂર્ણ માહોલ છે અને બીજી તરફ પોલીસે પણ મોટા પ્રમાણમાં જવાનો ખડકી દીધા છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બની શકે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ