Not Set/ વાવાઝોડા અને બિહાર બસ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને મોરારિબાપુ દ્વારા અપાશે રૂ. ૭.૭૫ લાખની સહાય

અમદાવાદ, દેશના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં ગત શુક્રવારે આવેલા વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો. આ દરમિયાન બિહારમાં એક બસ દુર્ઘટના બની હતી. વાવાઝોડા અને બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજનોને જાણીતા કથાકાર મોરારિબાપુ દ્વારા રૂ. ૭.૭૫ લાખની સહાય કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઉત્તર અને પૂર્વના ૧૩ જેટલા રાજ્યોમાં ગત શુક્રવારે આવેલા વાવાઝોડા અને […]

Ahmedabad Gujarat
1 1515454815 વાવાઝોડા અને બિહાર બસ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને મોરારિબાપુ દ્વારા અપાશે રૂ. ૭.૭૫ લાખની સહાય

અમદાવાદ,

દેશના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં ગત શુક્રવારે આવેલા વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો. આ દરમિયાન બિહારમાં એક બસ દુર્ઘટના બની હતી. વાવાઝોડા અને બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજનોને જાણીતા કથાકાર મોરારિબાપુ દ્વારા રૂ. ૭.૭૫ લાખની સહાય કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઉત્તર અને પૂર્વના ૧૩ જેટલા રાજ્યોમાં ગત શુક્રવારે આવેલા વાવાઝોડા અને તોફાનના કારણે ૧૨૪ વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ગુરુવારના રોજ થયેલી બિહારના મોતીહારીમાં થયેલી એક ગંભીર બસ દુર્ઘટનામાં ૨૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

rain rajstan 1 વાવાઝોડા અને બિહાર બસ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને મોરારિબાપુ દ્વારા અપાશે રૂ. ૭.૭૫ લાખની સહાય

રામચરિત માનસના ઉત્તરકાંડમાં એક ચોપાઈમાં સંતના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં કહ્યું છે કે, ‘સંત હૃદય નવનીત સમાના…’

જાણીતા કથાકાર અને સંત મોરારિબાપુ દ્વારા સંત સ્વભાવને ઉજાગર કરતી અનેક કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ એક વધુ કામગીરી કરીને મોરારિબાપુ દ્વારા આ ચોપાઈને સાર્થક કરવામાં આવી છે.

gfhgh વાવાઝોડા અને બિહાર બસ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને મોરારિબાપુ દ્વારા અપાશે રૂ. ૭.૭૫ લાખની સહાય

દેશના ઉત્તર અને પૂર્વ વિસ્તારના અનેક રાજ્યોમાં કુદરતે પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. આ વાવાઝોડા અને ધૂળની આંધીને કારણે દેશના ૧૩ જેટલા રાજ્યો પ્રભાવિત થયા હતા. જેમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના જે લોકોના વાવાઝોડા અને આંધીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને હનુમાનજીની પ્રસાદી અને સાંત્વના રૂપે ચિત્રકૂટ ધામ- તલગાજરડા તરફથી મોરારિબાપુએ રૂપિયા પાંચ-પાંચ હજારની તાત્કાલિક સહાય મોકલી આપવામાં આવી છે.

રામકથાના શ્રોતાઓ દ્વારા જે તે રાજ્યમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને આ સહાય પહોંચાડવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બનેલી વાવાઝોડાની ઘટનામાં ૧૩૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે જે મુજબ આ સહાયની રક્મ રૂપિયા છ લાખ પંચ્યાસી હજારની થવા જાય છે.

આ ઉપરાંત ગત ગુરુવારના રોજ બિહારના મોતિહારી ખાતે એક બસ દુર્ઘટના બની હતી. જેમાં બસ સળગી જવાથી ૨૭ વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ બસ દુર્ઘટનાના તમામ મૃતકોના પરિવારજનોને પણ તાત્કાલિક સહાય પેટે પાંચ પાંચ હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવી છે.

ગ્ગ્ગગ 1 વાવાઝોડા અને બિહાર બસ દુર્ઘટનાના મૃતકોના પરિજનોને મોરારિબાપુ દ્વારા અપાશે રૂ. ૭.૭૫ લાખની સહાય