અકસ્માત/ અમદાવાદ : ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના , એકનું મોત

અમદાવાદ વાહન ચાલકોની બેફામ ડ્રાઇવિંગને કારણે રોજ બરોજ અકસ્માતના કિસ્સા બનતા હોય છે લોકો ટ્રાફિકના નિયમોને પાળતા જ નથી જેથી કરી ને ખુબ અકસ્માતો સર્જાતા હોય છે કે જેથી રોજ કેટલાય લોકના મોત નીપજે છે. સુભાષ બ્રિજ પાસે હિટ એન્ડ રન ની ઘટના બની હતી કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. […]

Ahmedabad
Untitled 99 અમદાવાદ : ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના , એકનું મોત

અમદાવાદ વાહન ચાલકોની બેફામ ડ્રાઇવિંગને કારણે રોજ બરોજ અકસ્માતના કિસ્સા બનતા હોય છે લોકો ટ્રાફિકના નિયમોને પાળતા જ નથી જેથી કરી ને ખુબ અકસ્માતો સર્જાતા હોય છે કે જેથી રોજ કેટલાય લોકના મોત નીપજે છે.

સુભાષ બ્રિજ પાસે હિટ એન્ડ રન ની ઘટના બની હતી કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. વૃદ્ધ મહિલા નું મર્ત્યું નીપજ્યું હતું. જયારે બીજી બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. કાર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.

આ કેસની વિગત એવી છે કે રાણીપ વિસ્તારમાં મગનપુરા પાસે સાઇબાબાની ચાલીમાં રહેતા નટવરભાઇ છનાજી ઠાકોરે ટ્રાફિક એલ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોધાવ્યો છે, કે ગઇકાલે સવારે તેમના વૃધ્ધ માતા તથા અન્ય બે મહિલા રિક્ષામાં બેસીને કેશવનગર ખાતે મામાના બેસણામાં જતા હતા.