Ahmedabad/ ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – મને આપવામાં આવ્યું હતું ઝેર

તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઈસરોમાં અમને ક્યારે -ક્યારે મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત પણ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું.

Ahmedabad Gujarat
a 69 ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું - મને આપવામાં આવ્યું હતું ઝેર

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના ટોચના વૈજ્ઞાનિકે મંગળવારે દાવો કર્યો હતો કે ત્રણ વર્ષ કરતા પણ વધુ સમય પહેલાં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આરોપ લગાવ્યો કે 23 મે, 2017 ના રોજ બેંગલુરૂમાં પ્રમોશનના ઈન્ટર્વ્યૂ દરમિયાન જીવલેણ આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ ઝેર આપવામાં આવ્યું હતું. બપોરના ભોજન બાદ નાશ્તામાં ઢોંસાની ચટણી સાથે ભેળવીને ઝેર આપવામાં આવ્યું હતું. જે બાદ છેલ્લા 2 વર્ષથી તેમની તબીયત સતત નાદુરસ્ત રહે છે. ઈન્ટર્વ્યૂ બાદ તેઓ મહામુસીબતે બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા.

તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘ઈસરોમાં અમને ક્યારે -ક્યારે મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત પણ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું. જે બાદ 199માં VSSCના ડિરેક્ટર ડૉ એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાર ઉઠ્યા હતા. આટલું જ નહીં, 1994માં શ્રી નાંબીનારાયણનો કેસ પણ સામે આવ્યો હતો. જો કે મને નહતી ખબર કે, હું પણ એક દિવસ આવા જ રહસ્યનો ભાગ બનીશ.”

તપન મિશ્રાએ કહ્યું- આ ઘટના પછી મારે સતત બે વર્ષ સુધી સારવાર લેવી પડી, તેથી જ મેં આ વિશે કોઈની સાથે વાત કરી નથી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધા પછી કોઈ જીવતું નથી. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઇચ્છું છું કે લોકો આ ઘટના વિશે જાણે, જેથી જો હું મૃત્યું પામું તો બધાને ખબર હોય કે મારી સાથે શું શું થયું છે.

Facebook Post

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે 23મે 2017ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ (Arsenic Trioxide) આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારી હાલત ખરાબ હતી. ઇન્ટરવ્યૂ પછી હું ખુબજ મુશ્કેલીથી બેંગ્લોરથી અમદાવાદ પાછો આવ્યો હતો.

અમદાવાદ પરત ફર્યા બાદ મને એનલ બ્લીડિંગ (ગુદા રક્તસ્રાવ) થઈ રહ્યું હતું. ત્યારબાદ મને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્વચા બહાર આવી રહી હતી. હાથ અને અંગૂઠા પરથી નખ ઉખાડવા લાગ્યા હતાં. શરીરના બાહ્ય અને આંતરિક અવયવો પર હાપોક્સિયા, હાડકામાં દુ:ખાવો, સેંશેશન, હાર્ટ એટેક, આર્સેનિક ડિપોજિશન અને શરીરના બહારી અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઈ રહ્યું હતું. પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી ગુમાવ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો