Not Set/ #MeToo મુવમેન્ટ: સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ ચેતન ભગતે માંગી માફી, કહ્યું આવું

હોલીવુડથી શરુ થયેલી આ મુવમેન્ટ સેકસ્યુઅલ હેરેસમેન્ટ વિરુદ્ધ છે. ધીરે ધીરે હવે આ ભારતમાં પણ વેગ પકડી રહી છે અને ઘણાં બધાં સેલેબ્રીટીનાં નામો સામે આવ્યાં છે. થોડા સમય પહેલાં જ તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત AIBનાં કોમેડિયન ઉત્સવ પર પણ જાતીય સતામણીનો આરોપ […]

Top Stories India
Chetan Bhagat 1 #MeToo મુવમેન્ટ: સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ ચેતન ભગતે માંગી માફી, કહ્યું આવું

હોલીવુડથી શરુ થયેલી આ મુવમેન્ટ સેકસ્યુઅલ હેરેસમેન્ટ વિરુદ્ધ છે. ધીરે ધીરે હવે આ ભારતમાં પણ વેગ પકડી રહી છે અને ઘણાં બધાં સેલેબ્રીટીનાં નામો સામે આવ્યાં છે. થોડા સમય પહેલાં જ તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત AIBનાં કોમેડિયન ઉત્સવ પર પણ જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. સિંગર કૈલાશ ખેર પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવામાં આવ્યો છે. કંગના રનૌત પણ આનો શિકાર બની છે એવું એમણે જણાવ્યું હતું.ઉપરાંત સ્ટાર લેખક ચેતન ભગત પર પણ આરોપ લાગ્યો છે અને એક મહિલાએ એમની ચેતન ભગત સાથેની ચેટનાં સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને એ ખુબ વાયરલ થયાં હતા.

https://twitter.com/weeny/status/1048466818380300289

ચેતન ભગતે આ સ્ક્રીન શોટને લઈને ખુલાસો કર્યો હતો અને જાહેરમાં એમનાં સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. આ સ્ક્રીનશોટ પરથી સ્પષ્ટ થતું હતું કે તેઓ મહિલાને એમની સાથે રહેવા માટે મનાવી રહ્યા હતા. લોકો એમને ક્રીટીસાઈઝ કરી રહ્યા હતા.

શનિવારે ચેતન ભગતે આ વાતને લઈને એક્શન લીધા હતા. એમણે પોતાનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ સ્ક્રીનશોટ વિષે વાત કરી હતી અને માફી પણ માંગી હતી. એમણે લખ્યું છે કે, ‘એ સમયે હું એવું ફિલ કરતો હતો અને ઘણાં બધા એવું ફિલ કરતા હોય છે. હું માફી માંગુ છું એનાથી કોઈની લાગણીને ઠેસ પહોચી હોય તો. મેં આ વાત મારી પત્ની અનુશાને પણ કહેલી છે.’ આ સિવાય એમણે એ વ્યક્તિની પણ માફી માંગી હતી. એમણે બીજી ઘણી વાત પણ એમની પોસ્ટ મારફતે કહી છે.

આ પોસ્ટ એમણે એનાં ફેસબુક અને ટ્વીટર વોલ પર શેર કરી હતી. ચેતન ભગતની છેલ્લી બુક વન ઇન્ડીયન ગર્લ આવી હતી અને હવે ‘ધ ગર્લ ઇન રૂમ 105’ આવી રહી છે.