Not Set/ ઇન્ટરપોલના ગાયબ ચીફ મેંગ હોન્ગ્વેઈએ આપ્યું રાજીનામું

  ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોન્ગ્વેઈ એ તેમના પદ પરથી શંકાસ્પદ રીતે આપી દીધું છે. ઇન્ટરપોલ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ઇન્ટરપોલે જણાવ્યું હતું કે તેમને મેગ તરફથી રાજીનામું મળી ગયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે ઇન્ટરપોલના ચીફનું સ્થાન દક્ષીણ કોરિયાના વરિષ્ઠ પ્રમુખ કિમ જોંગ યાંગ સંભાળશે. તમને જણાવી દઈએ કે મેંગ ઇન્ટરપોલના સૌ પ્રથમ […]

Top Stories World Trending
1047345354 ઇન્ટરપોલના ગાયબ ચીફ મેંગ હોન્ગ્વેઈએ આપ્યું રાજીનામું

 

ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોન્ગ્વેઈ એ તેમના પદ પરથી શંકાસ્પદ રીતે આપી દીધું છે. ઇન્ટરપોલ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ઇન્ટરપોલે જણાવ્યું હતું કે તેમને મેગ તરફથી રાજીનામું મળી ગયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે ઇન્ટરપોલના ચીફનું સ્થાન દક્ષીણ કોરિયાના વરિષ્ઠ પ્રમુખ કિમ જોંગ યાંગ સંભાળશે.

તમને જણાવી દઈએ કે મેંગ ઇન્ટરપોલના સૌ પ્રથમ ચીની પ્રમુખ હતા. મેંગ ચીનના સાર્વજનિક સુરક્ષાના ઉપમંત્રી પણ છે.

મેંગની પત્નીએ ન્યુઝ મીડિયાને  જણાવ્યું હતું કે  તેના પતિ ખતરામાં છે. જે દિવસે તેના પતિ ગાયબ થયા એ દિવસે મેંગ એ પોતાની પત્નીને સોશિયલ મીડિયામાં મેસેજ લખ્યું હતો કે મારા ફોનની રાજ જોજે. અને આ મેસેજ પહેલા ધારદાર ચપ્પુનું ઈમોજી મોકલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાછલાં અઠવાડિયે એમનાં ગાયબ થવાની ખબર સામે આવી હતી.ચીની નેતા મેંગ છેલ્લે સપ્ટેમ્બરના અંતમાં દક્ષીણ પૂર્વ ફ્રાન્સનાં લ્યોનમાં ઇન્ટરપોલનાં મુખ્યાલયથી નીકળતા દેખાયા હતા. તેઓ ત્યારે ચીન જવા માટે રવાના થઇ રહ્યા હતા.  ઇન્ટરપોલ સાથે 192 દેશની લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી જોડાયેલી છે.

મેંગની પત્નીએ એમની ગાયબ થવાની રીપોર્ટ લખાવી હતી. યુરોપીય દેશનું કહેવું છે કે તેઓ 29 સપ્ટેમ્બરે ફ્રાન્સથી રવાના થયા હતા. તેઓ 2016માં ઇન્ટરપોલ સાથે જોડાયા એ પહેલાં ચીનમાં પબ્લિક સિક્યોરીટીનાં વાઈસ મિનિસ્ટર હતા. તેઓ 2020 સુધી ઇન્ટરપોલના ચીફ તરીકે નિયુક્ત થયા હતા.

સુત્રોનું કહેવું છે કે તેઓ ફ્રાન્સમાં લાપતા થયા નથી. બીજી બાજુ ઓપરેશન ફોક્સ હન્ટનો દાવો છે કે ચીન અમુક દેશોમાં પોતાના એજન્ટો મારફતે સ્થાનીય પ્રશાશનની મંજુરી વગર કામ કરાવી રહી છે. આ કારણે ઘણાં મોટા અધિકારીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે.