Not Set/ મોદી સરકારની જાહેરાત પોકળ, પેટ્રોલ-ડીઝલના ભાવો પાછા વધ્યાં

  અમદાવાદ કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર ભાવ ઘટાડાની જાહેરાત પછી પણ ઇંધણના ભાવો ફરીવાર વધવાના શરૂ થયા છે.સોમવારે ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસોની કમર તોડતાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા અને ડીઝલના ભાવોમાં 29 પૈસાનો વધારો કર્યો છે.આ ભાવ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 73.53 […]

Top Stories India
petrol.price મોદી સરકારની જાહેરાત પોકળ, પેટ્રોલ-ડીઝલના ભાવો પાછા વધ્યાં

 

અમદાવાદ

કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર ભાવ ઘટાડાની જાહેરાત પછી પણ ઇંધણના ભાવો ફરીવાર વધવાના શરૂ થયા છે.સોમવારે ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસોની કમર તોડતાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા અને ડીઝલના ભાવોમાં 29 પૈસાનો વધારો કર્યો છે.આ ભાવ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 73.53 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે.મુંબઇમાં પેટ્રોલનો ભાવ 87.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે,જ્યારે ડીઝલનો ભાવ 77.06 રૂપિયા પહોંચ્યો છે.

આ ભાવ વધારા પછી અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 78.81 રૂપિયા,જયારે ડીઝલ પ્રતિ લીટર 76.85 રૂપિયા સુધી પહોંચ્યું હતું.સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર 79.01 રૂપિયા પ્રતિ લીટર અને  ડીઝલ પ્રતિ લીટર  77.01 સુધી પહોંચ્યો હતો.વડોદરામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 78.73 અને ડીઝલ પ્રતિ લીટર રૂ. 76.88 ભાવ પહોંચ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો એ પછી કેટલાંક રાજ્યોએ પણ 2.50 રૂપિયા વેટ ઘટાડીને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કર્યો હતો.

જોવાની  વાત એ છે કે ઇન્ટરનેશનલ ઓઇલ કંપનીઓએ સોમવારે ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડો કર્યો છે.અમેરિકાએ બ્રેન્ટ ઓઇલે 1 ટકા ઘટાડો કર્યો હતો તેમ છતાં ભારતની ઓઇલ કંપનીઓ ભાવ ઘટાડો કરી નહોતી શકી.

એવું માનવામાં આવે છે કે જો આમને આમ ભાવ વધારો ચાલ્યો તો આગામી 20 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવો પાછા 85 રૂપિયા સુધી પહોંચી જશે.