હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં દિલ્હી-જયપુર હાઈવે પર ગઈકાલે રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા હતા.
માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક નિયંત્રણ બહારનું ટેન્કર ડિવાઈડર પાર કરીને કાર અને પીકઅપ વાનને અથડાયું. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને તેમાં સવાર ત્રણ લોકો જીવતા ભુજાયા હતા. આ અકસ્માતમાં પીકઅપ વાનના ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પહેલા બુધવારે રાત્રે પણ દિલ્હી-જયપુર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક મહિલા અને તેની 5 વર્ષની પુત્રી સહિત ચાર લોકો મોત થયા હતા.
મોડી રાત્રે દિલ્હી-જયપુર હાઈવે પર સિદ્રાવલી ગામ પાસે અકસ્માતની ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઈટરની ટીમે કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ તેમાં સવાર લોકોને બચાવી શકાયા ન હતા. બુધવારે થયેલા અકસ્માતમાં સ્લીપર બસમાં આગ લાગતા બે મુસાફરોના મોત થયા હતા જ્યારે 29 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગુરુગ્રામ પોલીસે ગુરુવારે કહ્યું કે બસના ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખ થઈ ગઈ છે. બુધવારે રાત્રે 08:30 વાગ્યાની આસપાસ ચાલતી સ્લીપર બસમાં આગ ફાટી નીકળતાં 28 વર્ષની માયા અને તેની 5 વર્ષની પુત્રી દીપાલી સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં જ્યારે 29 અન્ય લોકો ઘાયલ થયાં હતાં.
આ પણ વાંચો: 24 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામની નગરી અયોધ્યા…
આ પણ વાંચો: આજે મહાકાળી માની પૂજા કરવાથી જીવનના તમામ સંકટો થશે દૂર,જાણો મુહૂર્ત અને પૂજાના નિયમો
આ પણ વાંચો: જાણો કઈ રાશી પર કાળી ચૌદસએ મંડરાઈ રહ્યું છે સંકટ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

