દિલ્લી
દેશની રાજધાની દિલ્લીની છબી ફરી એક વખત ખડકાઈ છે. દિલ્લીમાં એક ટ્રોલી બેગમાંથી આઠ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.
જો કે હજુ સુધી તિમારપુર વિસ્તારમાંથી મળી આવેલ આ મૃતદેહની ઓળખ થઇ નથી.
પોલીસના કહેવા પ્રમાણે આ બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હશે. બાળકીના ગળા પર નિશાન મળી આવ્યા છે.
Delhi: Body of a 8-year-old girl found in a trolley bag near Yamuna Biodiversity Park. Strangulation marks found on the body. Police investigation underway
— ANI (@ANI) October 28, 2018
નજીકના દરેક પોલીસ સ્ટેશનનો હાલ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને શોધવા માટે પ્રયત્નો ચાલુ કરી દીધા છે.
હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસને હાલ એવું લાગી રહ્યું છે કે આરોપી કદાચ કારમાં ટ્રોલી બેગ મુકીને આવ્યો હશે.
