New Parliament/ ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદના થશે “શ્રી ગણેશ”

પીએમ મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં કામ શરૂ થયા બાદ જૂની ઈમારતને ‘લોકશાહી મ્યુઝિયમ’માં ફેરવવામાં આવશે.

Top Stories India

કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાં કામકાજનો છેલ્લો દિવસ હશે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે સંસદને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે.પીએમ મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં કામ શરૂ થયા બાદ જૂની ઈમારતને ‘લોકશાહી મ્યુઝિયમ’માં ફેરવવામાં આવશે.

નવા સંસદ ભવનનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા હેઠળ કરવામાં આવ્યું છે. 973 કરોડના ખર્ચે બનેલ આ ઈમારત 29 મહિનામાં પૂર્ણ થઈ છે.નવી સંસદના ઉદ્ઘાટન સમયે તમિલનાડુના સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. આ પછી પીએમએ ગૃહમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું.

આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. ઉદ્ઘાટન કાર્યક્રમના બીજા સત્રમાં પીએમએ આઝાદીના 75માં વર્ષ પર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો હતો.

વર્તમાન સંસદ ભવન 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યું હતું. માર્ચ 2020 માં, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જૂની ઇમારતનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે બગડી રહ્યો હતો.આ સાથે, જૂના બિલ્ડીંગમાં સાંસદોને સમાવવા માટે પૂરતી જગ્યા નથી જે લોકસભા સીટોના ​​નવા સીમાંકન બાદ વધશે. જેના કારણે નવી ઇમારત બનાવવામાં આવી છે