કોરોના રસીકરણ/ આવતી કાલથી 45થી વધુ વયના લોકો માટેના રસીકરણ કામગીરી મોકૂફ

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.

Top Stories Gujarat Others
vaccine 4 આવતી કાલથી 45થી વધુ વયના લોકો માટેના રસીકરણ કામગીરી મોકૂફ

કોરોના વાઇરસની બીજી લહેરે સમગ્ર દેશમાં તરખાટ મચાવ્યો છે. ત્યારે કોરોના સામે રામબાણ ઈલાજ એટલે કે રસીકરણહાલમાં સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીન ની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.

જ અનુસંધાને આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ  જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.

વધુમાં તેમને એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવશે.  18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે છેલ્લાં 24 કલાકમાં 10742 નવા કોરોના કેસ નોધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 725353 પહોંચ્યો એ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 109 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15269 છે.
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 593666 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 122847 છે.