મોટી જાહેરાત/ વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’બનાવશે

ફિલ્મ નિર્દેશકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સિક્વલ પણ બનાવશે જેનું નામ છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ – અનરિપોર્ટેડ’

Top Stories Entertainment
6 2 19 વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ'બનાવશે

કાશ્મીર પંડિતોના પીડિતોના દર્દને લઇને બનાવેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર વિવાદોનો હિસ્સો બની છે. વિવાદો વચ્ચે ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મ નિર્દેશકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સિક્વલ પણ બનાવશે જેનું નામ છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ – અનરિપોર્ટેડ’

ગોવામાં આયોજિત IFFI 2022 ઇવેન્ટમાં જ્યુરીનો ભાગ બનેલા ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ કહીને વિવાદ શરૂ કર્યો હતો. જે બાદ ફરી એકવાર લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા. જ્યાં એક તરફ લોકો ફિલ્મના સમર્થનમાં છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સ પણ નદવના આ નિવેદન પર પોતાની સહમતિ વ્યક્ત કરી રહ્યા છે.

IFFI 2022 28 સપ્ટેમ્બરના રોજ સમાપન થયું છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના છેલ્લા દિવસે જ્યુરી નાદવ લેપિડે કહ્યું કે, કાશ્મીર ફાઇલ્સ જોયા પછી, તેમને લાગ્યું કે આ ફિલ્મ અભદ્ર અને પ્રચાર પર આધારિત છે. આ નિવેદન સામે આવ્યા બાદ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મના અભિનેતા અને દિગ્ગજ કલાકાર અનુપમ ખેરનું નિવેદન સામે આવ્યું છે. અનુપમ ખેરે આ મામલે કહ્યું કે  ભગવાન તેમને બુદ્ધિ આપે.

આ સમગ્ર વિવાદ વચ્ચે વિવેક અગ્નિહોત્રીની જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત ફિલ્મ હતી. હવે વિવેકે ‘ધ કાશ્મીર ફાઇલ્સ – અનરિપોર્ટેડ’ બનાવવાની જાહેરાત કરી છે. જો કે, નિર્દેશકે આ ફિલ્મ અંગે વધુ માહિતી શેર કરી નથી.