ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું શનિવારે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર બાદ બરોડાની તરફથી સૈયદ મુસ્તાક અલી ટી 20 ટ્રોફી રમી રહેલ કપ્તાન કૃણાલ પંડ્યા બાયો બબલ છોડીને ઘરે જવા રવાના થયો હતો.
બરોડા ક્રિકેટ એસોસિએશનના CEO શિશીર હત્તાંગડીએ એએનઆઈને જણાવ્યા મુજબ બરોડા ટીમના કેપ્ટન કૃણાલના પિતાનું અવસાન થયું છે. એસોસિએશન આ અંગે દુખ વ્યક્ત કરે છે. કૃણાલ પોતાના ઘરે જવા રવાના થયો છે અને તે ટુર્નામેન્ટની આગામી મેચ નહીં રમે.
પિતાના નિધનના સમાચાર મળતાં કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને રવાના થયો હતો. તે વડોદરાની ટીમનું નેતૃત્વ કરતો હતો. તેના સ્થાને કેદાર દેવધરને વડોદરા ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તે હાલ પત્ની અને પુત્ર સાથે સમય ગાળી રહ્યો છે.
હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી. હિમાંશું પંડ્યા લોન કન્સલ્ટન્ટ હતા. વર્ષો પહેલા સુરતથી વડોદરા રહેવા માટે આવ્યા હતા, તેઓ વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાં 2 BHKમાં ભાડે રહેતા હતા. આ આર્થિક સંકળામળ વચ્ચે તેમના પિતા હિમાંશુ પંડ્યાને 2011માં પણ હાર્ટ અટેક આવ્યો હતો.
હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુભાઈના સંઘર્ષ વિશે વડોદરાના રમતજગતના પરિચીતો ખૂબ સારી રીતે વાકેફ છે. શહેરમાં સામાન્ય સ્થિતિમાં નોકરી કરતા એક વ્યક્તિના બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાનું તનમનધન આપ્યું હતું. સુરતથી વડોદરા આવી અને બંને સંતાનોને ક્રિકેટર બનાવવા માટે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી. હાલમાં વડોદરામાં ગોરવા વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન છે હિમાંશુ ભાઈ મોટા ભાગે ત્યાં રહેવાનું પસંદ કરતા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હિમાંશુ પંડ્યા અગાઉ પણ હ્યદય રોગના હુમલાનો શિકાર બની ગયા હતા. વર્ષ 2011માં તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ સારવાર પછી તેમની તબિયતમાં ઘણો સુધાર જોવા મળ્યો હતો. જોકે, આજે તેમને અચાનક અટેક આવતા તેમનું અવસાન થયું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…