Not Set/ વરસાદ/ વલસાડમાં કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં, અનેક ગામો સંપર્ક વિહોણા

  દક્ષિણ પાકિસ્તાનમાં અને પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો-પ્રેશર થતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે..જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસશે. અનેક જગ્યાએ […]

Gujarat Others
1b5362918bbd3c7c589d5485dff05cf1 વરસાદ/ વલસાડમાં કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં, અનેક ગામો સંપર્ક વિહોણા
 

દક્ષિણ પાકિસ્તાનમાં અને પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો-પ્રેશર થતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે..જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસશે. અનેક જગ્યાએ 14થી 17 ઓગસ્ટ સુધીમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. તેના માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને NDRFની ટીમોને અલગ અલગ જગ્યાએ મોકલી લેવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આગાહી ને લઈ ને વલસાડ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે વલસાડ અને નવસારી ના ઉપરવાસના વરસાદ ને જોતા  2 એન ડી આર એફ ની ટિમ એલર્ટ મોડ પર રાખમાં આવી છે એન ડી આર એફ ની ટિમ દ્રારા જિલ્લા ના તમામ નીચાણવાળા વિસ્તારોની માહિતી લેવામાં આવી છે એન ડી આર એફ ની ટિમ આધુનિક ઉપકરણો સાથે કોરોના મહામારી ને કોરોના મહામારી ની પરિસ્થિતિમાં પણ લોકો નું રેસ્કયુ કરવાં માટે પીપીઇ કીટ તથા સેનેટાઈઝર ના સાધનો સાથે સજ્જ છે જો કોઈ પુર ની પરિસ્થિતિ સર્જાય અને કોરોના ગ્રસ્ત લોકો ને બચવા માટે પણ સજ્જ છે

વલસાડ ના કપરાડા તાલુકામાં ભારે વરસાદ થતા તાલુકાની કોલક, પાર અને દમણગંગા નદી ભારે પુરની સ્થિતિ સર્જાઈ છે. પારડી ખાતે આવેલી કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કપરાડા અને પારડી ગામડા કોલક નદીના કોઝવે પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અરનાલા અને પારડી ગામ વચ્ચે થી પસાર થતી કોલક નદી નો કોઝવે પાણી માં ગરકાવ થતા 15 થી 20 જેટલા ગામો ને આ બ્રિજ કરે છે.  અસર તેમજ વાપી સેલવાસ જતા કામદારો પણ કરે છે.  આજ બ્રિજ નો ઉપયોગ કરતા લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ વલસાડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.