Not Set/ અમદાવાદની જાણીતી કેક શોપમાંથી કરી રોકડ, કેક અને ચોકલેટની ચોરી, ગણતરીના કલાકોમાં ઝડપાયો

ચોરીની તમામ હલચલ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીની અડધી રકમ રીકવર કરી છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 04 03 at 5.05.09 PM 1 અમદાવાદની જાણીતી કેક શોપમાંથી કરી રોકડ, કેક અને ચોકલેટની ચોરી, ગણતરીના કલાકોમાં ઝડપાયો

વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. શહેરના પોશ વિસ્તાર એવા પાંજરાપોળ સર્કલ પાસે આવેલી સુપ્રસિદ્ધ ડેન્ગી ડમ્સ (dangee dums) કેક શોપમાં રોકડ તથા મોંઘીદાટ ચોકલેટની ચોરીની ઘટના બની હતી, જોકે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.

WhatsApp Image 2021 04 03 at 5.05.09 PM અમદાવાદની જાણીતી કેક શોપમાંથી કરી રોકડ, કેક અને ચોકલેટની ચોરી, ગણતરીના કલાકોમાં ઝડપાયો

આરોપીનું નામ ધવલ ઉર્ફે ટિંગો જાદવ છે જે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહે છે. પૈસાની જરૂર પડતાં આરોપીએ કરફ્યુના સમયમાં પાંજરા પોળ પાસે આવેલી ડેન્ગી ડમ્સ કેક શોપને ટાર્ગેટ કરી શોપનું તાળું તોડી અંદર ગલ્લામાં રહેલા 10 હજાર રૂપિયા રોકડા અને 17 હજાર રૂપિયાની કેક તથા ચોકલેટની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીની તમામ હલચલ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીની અડધી રકમ રીકવર કરી છે.

WhatsApp Image 2021 04 03 at 5.05.08 PM અમદાવાદની જાણીતી કેક શોપમાંથી કરી રોકડ, કેક અને ચોકલેટની ચોરી, ગણતરીના કલાકોમાં ઝડપાયો

આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે વેજલપુર અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરી નોંધાયેલા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લોકડાઉન્ન બાદ પૈસા ખલાસ થઇ જતા અને કોઈ રોજગાર ના મળતા મજબૂરીમાં તેણે ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.