મહેસાણાઃ મહેસાણામાં સરકારી તંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થી બનતા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. મહેસાણા ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. વિદ્યાર્થીઓની ફ્રી શીપ કાર્ડ સ્કોલરશિપ જમા થઈ નથી.
મહેસાણાની વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા ન થતાં તેમને પરીક્ષા આપવા દેવાઈ ન હતી. સરકારી તંત્રની ભૂલના લીધે તેમની શિષ્યવૃત્તિ જમા થઈ ન હતી. વિદ્યાર્થીઓ કલેક્ટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. કલેક્ટરે આ અંગે તેમને ઘટતું કરવાની હૈયાધારણ આપી છે.
વડાપ્રધાન મોદી ભારત યુવાનોનો દેશ છે, યુવાનો દેશનું ભવિષ્ય કરે છે અને યુવાનોને ભવિષ્ય માટે સજ્જ થવા કહેવાય છે ત્યારે અહીં વહીવટી તંત્ર તેમના જ વિઝનને ઘોળી જઈને તુમારશાહીમાંથી ઊંચે આવતું નથી. યુવાનોના ભવિષ્યને ઠેબે લેવાનું કામ કરે છે. ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેમ જમા નથી થઈ અને તેઓને કયા નિયમ હેઠળ પરીક્ષામાં બેસતા રોકવામાં આવ્યા તે બદલ કાર્યવાહી જરૂરી થઈ પડે છે.
તેમની શિષ્યવૃત્તિને ઠેબે ચડાવનારા તંત્રના અધિકારીઓ અને તેમને પરીક્ષામાં બેસવા ન દેનારા સામે આ મુદ્દે કાર્યવાહી કરવી જરૂરી થઈ પડે છે. આ જ વસ્તુ શું તેઓના સંતાન સાથે થઈ હોત તો તે સાંખી શક્યા હોત. હવે તંત્ર આ પ્રકારનું હોય ત્યારે રાજ્યમાં પછી ઉચ્ચ શિક્ષણના મોરચે કયા પ્રકારની સ્થિતિ આવે.
આ પણ વાંચો: Bhavnagar District/ત્રણ દિવસથી ગુમ બાળકની મળી લાશ, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ
આ પણ વાંચો: Vadodara/પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી
આ પણ વાંચો: Gujarat Weather/હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે
આ પણ વાંચો: જામનગર/જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત