Not Set/ પંચમહાલ/ હિટ એન્ડ રનની ઘટનામાં કારે ટક્કર મારતા 3 વૃધ્ધોના મોત

પંચમહાલમાં હિટ એન્ડ રન ઘટના ગોધરાના રેણા મોરવા ગામની ઘટના  કારે 3 સિનિયર સિટીઝનના લીધા અડફેટે અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પંચમહાલના ગોધરાથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંચમહાલના ગોધરાના રેણા મોરવા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. શિયાળાની ઠંડીમાં મોર્નિંગ વોક […]

Gujarat Others
Untitled 149 પંચમહાલ/ હિટ એન્ડ રનની ઘટનામાં કારે ટક્કર મારતા 3 વૃધ્ધોના મોત

પંચમહાલમાં હિટ એન્ડ રન ઘટના

ગોધરાના રેણા મોરવા ગામની ઘટના 

કારે 3 સિનિયર સિટીઝનના લીધા અડફેટે

અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર

મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

પંચમહાલના ગોધરાથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંચમહાલના ગોધરાના રેણા મોરવા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. શિયાળાની ઠંડીમાં મોર્નિંગ વોક માટે નીકળેલા 3 લોકોને એક કારે અડફેટે લીધા હતા જેને પગલે ત્રણેયના મોત થયા છે.

ઘટના સ્થળે 3 સિનિયર સિટિઝનના મોત

આ મામલે મળતી માહિતી અનુસાર કારની અડફેટે આવેલા 3 સિનિયર સિટિઝનનાં મોત થયા છે. મોર્નીગ વોક માટે નીકળેલા 3 સિનિયર સિટીઝનના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે.અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. હાલ ત્રણેય  સિનિયર સિટીઝનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતની ઘટના વધી ગઈ છે અને એમાંય હિટ એન્ડ રનની ઘટનાઓતો છાશવારે ને  છાશવારે બનતી રહી છે. ત્યારે વધુ એક  હિટ એન્ડ રન ઘટનામાં 3 સિનિયર સિટીઝનનો એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.