વિરોધ પ્રદર્શન/ સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી

સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલા શક્તિ સેના દ્વારા ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતુ

Gujarat
2 15 સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી

– મહિલા શક્તિ સેના દ્વારા ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ

– આશાવર્કર બહેનોને આેછુ વેતન આપી શોષણ કરવામાં આવતુ હોવાની રાવ

સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલા શક્તિ સેના દ્વારા ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતુ. આશાવર્કર બહેનોને આેછુ વેતન આપી શોષણ કરવામાં આવતુ હોવાની રાવ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે જ આશા વર્કરોના શોષણ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ગજવી નાખી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આશા વર્કર બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી.

જે અંતર્ગત મહિલા શક્તિ સેના દ્વારા ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતુ. અને આશાવર્કર બહેનોને કામના પ્રમાણમાં વેતન અને અન્ય સુવિધાઓ આપવામા આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જ મહિલાઓ દ્વારા તંત્ર વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

આશાવર્કર બહેનોને આેછુ વેતન આપી શોષણ કરવામાં આવતુ હોવાની રાવ ઉઠવા પામી છે. સરકાર દ્વારા તેઆેની માંગ પુરી નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સુરેન્દ્રનગર મહિલા શક્તિ સેના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.