Not Set/ મુસાફરો માટે માસ્ક અને કોરોના ટેસ્ટ ફરજીયાત, STના ડ્રાઈવર અને કંડકટર માટે કોઈ નિયમ નહીં

મુસાફરો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. તેવા સંજોગોમાં એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવી રહ્યાનું સામે આવ્યું છે.

Gujarat Surat Trending
mundra 8 મુસાફરો માટે માસ્ક અને કોરોના ટેસ્ટ ફરજીયાત, STના ડ્રાઈવર અને કંડકટર માટે કોઈ નિયમ નહીં
  • માસ્ક વગર જોવા મળ્યા ડ્રાઈવર અને કાંડક્ટરો
  • એસટી કર્મીઓ બની શકે છે સુપર સ્પ્રેડર
  • મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે બેદરકારી

સુરતમાં વધતા કોરોના સંક્રમણને કારણે વહિવટી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સુરત બસ સ્ટેશનની મુલાકાત  ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. સુરત બસ સ્ટેશનમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે ચડ્યાં હતાં. સુરત બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. મુસાફરો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. તેવા સંજોગોમાં એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવી રહ્યાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર લાપરવાહી મુદ્દે સુરત એસટી વિભાગના નિયામકે કહ્યું કે ગાઈડલાઈનની તમામને સૂચના અપાયેલી છે તેમ છતાં કોઈ લાપરવાહી કરતું દેખાશે તો પગલાં લેવામાં આવશે.

માસ્ક વગર બેદરકારી દાખવતા કર્મચારીઓ સંક્રમિત થાય તો ખતરો વધુ ફેલાઈ શકે

ડ્રાઈવર-કન્કડક્ટરની બેદરકારી સામે આવી

સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશન ઉપર આવતા મુસાફરોનું સતત કોરોના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, એસટી નિગમના કર્મચારીઓમાં કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી નથી. એસટી બસના ડ્રાઇવરો માસ્ક વગર જોવા મળ્યા હતા.મોટાભાગના કર્મચારીઓ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા તો કેટલાક કર્મચારી માત્ર રૂમાલ બાંધીને ફરતાં દેખાયા હતાં.

સુપર સ્પ્રેડર બનવાનો ખતરો

દિવસ દરમિયાન એસટી વિભાગના ડ્રાઇવર અને કંડકટર સતત એક શહેરથી બીજા શહેર જતા હોય છે, તેમજ અનેક મુસાફરોના તેઓ સંપર્કમાં આવતા હોય છે. જે રીતે સુરત બસ સ્ટોપ ઉપર કોરોનાને લઈને ઉદાસીનતા કર્મચારીઓમાં જોવા મળી રહી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ કર્મચારીઓ કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. એસટી વિભાગના થોડા પણ કર્મચારીઓ જો કોરોનાગ્રસ્ત થાય તો તેઓ કેટલા લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.