Not Set/ બનાસકાંઠા/ બંને પક્ષના ઉમેદવારની  જનતા તેમજ વેપારીઓને બે હાથ જોડી  મતો મેળવવા અપીલ

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી ઉમેદવારોના પ્રચાર પ્રસાર નો આજે અંતિમ ચરણ હોવાથી ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારોએ મત મેળવવા હાઇવે તેમજ મુખ્ય બજારમાં રોડ શો રેલી યોજી હતી. બનાસકાંઠાના થરાદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા હતા, ત્યારે આજે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ હોવાથી ભાજપ દ્વારા ડીજેના નાદ સાથે ગુજરાતી ગાયિકા […]

Gujarat Others Politics
થરાદ બનાસકાંઠા/ બંને પક્ષના ઉમેદવારની  જનતા તેમજ વેપારીઓને બે હાથ જોડી  મતો મેળવવા અપીલ

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી ઉમેદવારોના પ્રચાર પ્રસાર નો આજે અંતિમ ચરણ હોવાથી ભાજપ કોંગ્રેસ ના ઉમેદવારોએ મત મેળવવા હાઇવે તેમજ મુખ્ય બજારમાં રોડ શો રેલી યોજી હતી.

બનાસકાંઠાના થરાદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા હતા, ત્યારે આજે પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ હોવાથી ભાજપ દ્વારા ડીજેના નાદ સાથે ગુજરાતી ગાયિકા કાજલ મહેરિયાને રોડ શો માટે ઉતારી હતી. બનાસકાંઠા સાંસદ સહિત હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દ્વારા રોડ શો રેલી યોજવામા આવી હતી. બંને પક્ષના ઉમેદવારો તેમજ સમર્થકોએ જનતા તેમજ વેપારીઓ સામે બે હાથ જોડી પ્રણામ કરી મતો મેળવવાની અપીલ કરી હતી.

હવે જાહેર પ્રચાર બંધ કરી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.