સરહદી કચ્છ જિલ્લામાં વિશાળ પ્રમાણમાં લાખો એકર સરકારી જમીનો આવેલી છે પણ તંત્ર અને સરકારમાં સાંઠ ગાંઠ ધરાવતા લોકો આ જમીનોને પચાવી પાડી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં મોટું રણ અને નાનું રણ એમ બે રણ આવેલા છે. મોટા રણમાં હાલ 10 જેટલી નમક કંપનીઓ અને અદાણી સોલાર પાર્ક પ્રોજેકટને જમીનો અપાયેલી છે. તો નાના રણમાં મીઠાના ઉધોગો આવેલા છે. પરંતુ સરકાર બંને રણમાં વ્હાલા દવલાની નીતિ અપનાવતી હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ નેતા પી.સી.ગઢવીએ જણાવ્યું કે, કચ્છનાં મોટા રણમાં મીઠું અને બ્રોમીનનું સારું એવું ઉત્પાદન થઈ શકે તેમ છે. જેથી હાલમાં હયાત ઉધોગો દ્વારા આ રણમાં 18 લાખ એકર જમીનની માંગણી કરાઈ છે. જો આ માંગણી સંતોષાઈ જાય તો મોટું રણ નામશેષ થઈ જશે. બીજી તરફ નાના રણમાં મીઠાના ઉધોગકારો દ્વારા દબાણ કરી રોયલ્ટી ચોરી થકી સરકારને કરોડો રૂપિયાની આવકનો ચૂનો લગાવાયો છે.
સુરજબારીથી કડોલ સુધીના પટ્ટામાં 3 લાખ એકર જમીન મીઠાના ઉધોગકારોના કબજામાં છે. આ જમીન દબાણમાં છે. હાઇકોર્ટ દ્વારા આ દબાણ હટાવવા આદેશ છે. છતાં કાર્યવાહી થતી નથી કારણકે દબાણકારો સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે. અને પાર્ટીને ફંડ પહોંચાડે છે. કંડલા પોર્ટની 5 ગણી એટલે કે દોઢ લાખ એકર જમીન પણ મીઠાના નમકકારોના કબજામાં છે.
જો મોટા રણમાં પર્યાવરણીય મુદાને કોરાણે મૂકી કંપનીઓને જમીનો આપી શકાતી હોય તો નાના રણમાં પણ દબાણ હટાવી નવેસરથી જમીન ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. નાના રણમાં મીઠા ના ઉધોગકારોની જમીનના દબાણ અને રોયલ્ટીની ચોરીની વિગતો હાઇકોર્ટમાં પણ મોકલવામાં આવી છે. આ મુદ્દે ઝડપથી કાર્યવાહી થાય તો સરકારને આવક થઈ શકે તેમ છે.
કૂખના કાતિલ / સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ
Weather Update / યૂપી-બિહાર સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
શાબ્દિક હુમલો / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું
ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું