સંબોધન/ ભારતના વિદેશમંત્રી જયશંકરે UNCSમાં શું કહ્યું જાણો..

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત માને છે કે આતંકવાદને કોઈપણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે જોડવો જોઈએ નહીં.

Top Stories
જયશંકરે

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચસતરીય બેઠકમાં તેમણે કહ્યું હતું કે આપણે યાદ રાખવું પડશે કે આતંકવાદ કોરોના જેટલો જ જીવલેણ છે. આપણામાંથી કોઈ પણ તેનાથી સુરક્ષિત રહેશે નહીં, જ્યારે આપણે બધા સુરક્ષિત નહીં હોઈએ .સંયુકત સભાને સંબોધતા  તેમણે કહ્યું કે ભારત આતંકવાદને લગતા પડકારો અને નુકસાનથી ભારે પ્રભાવિત થયું છે. વિશ્વએ આતંકવાદની અનિષ્ટ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત માને છે કે આતંકવાદને કોઈપણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા વંશીય જૂથ સાથે જોડવો જોઈએ નહીં. આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં, અભિવ્યક્તિઓની નિંદા થવી જોઈએ, તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું કે કેટલાક દેશો એવા છે જે આતંકવાદ સામે લડવાના અમારા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે, તેને મંજૂરી આપી શકાય નહીં. આઇએસઆઇએસનું નાણાકીય સંસાધન એકત્રીકરણ મજબૂત બન્યું છે, હવે હત્યાઓ માટે  બિટકોઇનમાં પણ પુરસ્કાર આપવામાં આવે છે. વ્યવસ્થિત ઓનલાઈન અભિયાનો દ્વારા કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં નબળા યુવાનોની સંડોવણી ગંભીર ચિંતાનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કરી લીધો છે અને સમગ્ર વિશ્વમાં એક દહેશતનો માહોલ ફેલાઇ ગયો છે આ અતર્ગત યુએનમાં  તેના પર ચર્ચા પણ કરવામાં આવી હતી .આતંકવાદથી સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે.

આ પણ વાંચો ગોળીબાર / કાશ્મીરમાં આતંકવાદીઓએ અપની પાર્ટીના નેતા પર ગોળીબાર કરતાં તેમનું સારવાર દરમિયાન મોત

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે…….