ગુજરાત/ વડોદરાનાં એક પોલીસ કોન્સ્ટેબલનો તોડબાજી કરતો ઓડિયો વાયરલ

વડોદરાનાં પાદરા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલનો બુટલેગર પાસેથી તોડબાજી કરતો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. પોલીસને કાયદાનું રક્ષણ કરવા માટે નીમવામાં આવે છે પરંતુ તે શું કરી રહી છે?

Top Stories Gujarat Vadodara
પોલીસ ક્ન્સ્ટેબલની ઓડિયો વાયરલ
  • વડોદરામાં પો.કોન્સ્ટે.નો ઓડિયો વાયરલ
  • તોડબાજ પો.કોન્સ્ટે.નો ઓડિયો વાયરલ
  • પાદરા પો.સ્ટે.નાં હેડ કોન્સ્ટે.નો ઓડિયો વાયરલ
  • બુટલેગરને અટક બતાવી છોડી દેવા માંગી લાંચ
  • દારૂના કેસમાં બુટલેગરને અટક બતાવવા લાંચ
  • કોન્સ્ટે. મુનાફે PI વતી માંગી 50 હજારની લાંચ
  • બુટલેગરે ઓડિયો ક્લિપ ઉતારી કરી વાયરલ
  • વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો બુટલેગર

રાજ્યમાં દારૂબંધી છે છતા અહી લોકો શાનથી દારૂ વેચે છે અને પીવે પણ છે. રાજ્ય સરકાર દારૂબંધીને લઇને કડક નિયમો બનાવ્યા હોવાની વાતો કરે છે પણ તે કેટલી સાચી છે? જણાવી દઇએ કે, રાજ્યનાં વડોદરા શહેરમાં પોલીસ કોન્સ્ટેબલનો એક તોડબાજી કરતો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – બેદરકારી /  જામનગર મનપાની ગંભીર બેદરકારી, ઓમિક્રોનથી સંક્રમિત સંખ્યા વધી શકે છે, જાણો કારણ

આપને જણાવી દઇએ કે, વડોદરાનાં પાદરા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલનો બુટલેગર પાસેથી તોડબાજી કરતો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. પોલીસને કાયદાનું રક્ષણ કરવા માટે નીમવામાં આવે છે પરંતુ તે શું કરી રહી છે? તાજેતરમાં આ પ્રકારની એક ઘટના વડોદરાનાં પાદર પોલીસ સ્ટેશનથી સામે આવી છે. જ્યાના એક હેડ કોન્સ્ટેબલે એક બુટલેગરને અટક બતાવી છોડી દેવા લાંચ માંગી હોવાનુ સામે આવી રહ્યુ છે. આ ઘટના અંગેનો એક ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જો કે આ ઓડિયો ક્લિપની સાતત્યતા કેટલી છે તેની મંતવ્ય ન્યૂઝ પુષ્ટી કરતુ નથી. જણાવી દઇએ કે, દારૂનાં કેસમાં બુટલેગરને અટક બતાવતા કોન્સ્ટેબલનું નામ મુનાફ છે. મળી રહેલી માહિતી અનુસાર, હે઼ કોન્સ્ટેબલે PI વતી 50 હજારની લાંચ માંગી હતી. આ ચર્ચા થઇ રહી હતી ત્યારે બુટલેગરે ઓડિયો ક્લિપ ઉતારી હતી, જેને બાદમાં તેણે વાયરલ કરી હતી. આ બુટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો.

  • વડોદરામાં પો.કોન્સ્ટે.નો ઓડિયો વાયરલ મામલો
  • પાદરાનાં તોડબાજ પો.કોન્સ્ટે.ની બદલી
  • DYSP દ્વારા તાત્કાલિક અસરથી બદલી
  • કોન્સ્ટે. મુનાફની પાદરાથી હેડ ક્વાર્ટર બદલી

સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડોદરાની આ ઘટના સામે આવ્યા બાદ DYSP દ્વારા તાત્કાલિક અસરથી આ પોલીસ કોન્સ્ટેબલની પાદરાથી હેડ ક્વાર્ટર બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર સાંભળવામાં આવે છે કે, પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતી હોય છે. જનતા પોલીસ પર ભરોસો રાખતી હોય છે પરંતુ ઘણા પોલીસકર્મી પોતાની વર્દીને વફાદારી ન દાખવી દેશ સાથે ગદ્દારી કરતા હોય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…