ગાંધીનગર/ રાજય માં ધોરણ ૧૨ ની પરીક્ષા લેવી કે નહિ તે અંગે તુરંત લેવાઈ શકે છે નિર્ણય

રાજયમાં  સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષા લેવાશે એવી જાહેરાત કરાઈ છે .  જે અંગે ગઈકાલે પરીક્ષા નું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું  છે. મહત્વનું એ પણ છે કે   કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે  […]

Gujarat Others
Untitled 14 રાજય માં ધોરણ ૧૨ ની પરીક્ષા લેવી કે નહિ તે અંગે તુરંત લેવાઈ શકે છે નિર્ણય

રાજયમાં  સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષા લેવાશે એવી જાહેરાત કરાઈ છે .  જે અંગે ગઈકાલે પરીક્ષા નું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું  છે. મહત્વનું એ પણ છે કે   કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે  રાજયમાં  પરીક્ષા યોજાશે કે નહિ તે  અંગે ભારે ચર્ચા જામી છે .

ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12 ની પરીક્ષાની જાહેરાત કરી છે. ગઈકાલેજ  પરીક્ષા નું ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ છે. પરંતુ આ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. જે અંગે મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં પરીક્ષા યોજાશે કે નહિ તે મામલે ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા લેવી કે નહીં તે અંગે   ચર્ચા થશે.

ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે સીએમની અધ્યક્ષતામાં બેઠક બોલાવી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા અંગે વિચાર વિમર્શ કરી નિર્ણય લે તેવી માંગ કરી છે. CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડલના પ્રમુખ ભાસ્કર પટેલે આવકાર્યો છે.