Asia Cup/ ભારતે પાકિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ, કિંગ કોહલીએ 32મી વખત 50+ રન બનાવ્યા

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત રમીને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Top Stories Sports
4 6 ભારતે પાકિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ, કિંગ કોહલીએ 32મી વખત 50+ રન બનાવ્યા

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત રમીને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીયમાં આ તેમનો 32મો 50 પ્લસ સ્કોર છે. આ સાથે વિરાટ T20માં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. 

ભારતે પાકિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય ઇનિંગ્સની શરૂઆત પણ ઘણી સારી રહી હતી અને તેણે પ્રથમ 5 ઓવરમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પાકિસ્તાની બોલરો સામે આકરી બેટીંગ કરી હતી.

રોહિતે 16 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. જયારે કેએલ રાહુલે પણ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી, પરંતુ કોહલીએ છેલ્લી ઓવરો સુધી ક્રિઝ પર રહીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.