Not Set/ ડોલરની સામે રૂપિયો થયો કકડભૂસ, ૭૨.૬૩ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી એક ડોલર કિંમત

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. Indian National Rupee (INR) at 72.63 versus the US dollar. pic.twitter.com/jBhpkICRag— ANI (@ANI) September 17, 2018 સોમવારે માર્કેટ ખુલ્યા બાદ અત્યારસુધીમાં ભારતીય રૂપિયામાં ૭૭ પૈસાનો ઘટાડો થઇ ચુક્યો છે અને આ સાથે […]

Top Stories Trending Business
rupee660 090618011556 1 2 ડોલરની સામે રૂપિયો થયો કકડભૂસ, ૭૨.૬૩ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી એક ડોલર કિંમત

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.

સોમવારે માર્કેટ ખુલ્યા બાદ અત્યારસુધીમાં ભારતીય રૂપિયામાં ૭૭ પૈસાનો ઘટાડો થઇ ચુક્યો છે અને આ સાથે એક ડોલરની કિંમત ૭૨.૬૩ના રેકોર્ડ સ્તર પર પહોચી છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ભડકો

ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૫ પૈસાની વૃદ્ધિ સાથે ૮૨.૦૬ રૂપિયા અને ડીઝલ ૬ પૈસાના વધારા સાથે ૭૩.૭૮ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

આ ઉપરાંત મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ ૮૯.૪૪ રૂપિયા જયારે ડીઝલ ૭૮.૩૩ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

શેરબજારમાં પણ જોવા મળ્યો કડાકો

Sensexc 1 1 ડોલરની સામે રૂપિયો થયો કકડભૂસ, ૭૨.૬૩ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી એક ડોલર કિંમત
business-indian-rupee-reached-record-level-dollar-72-63-rupees-per-1-dollar

ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની અસર શેરબજાર પર પણ પડી રહી છે. સોમવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સ પર ૪૫૮.૩ પોઈન્ટના કડાકા બાદ ૩૭૬૩૨.૩૪ ના સ્તર પર પહોચ્યો છે, જયારે નિફ્ટી પણ ૧૩૦.૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૮૦.૮૪ના સ્તર પર પહોચ્યો છે.

બીજી બાજુ સેન્સેક્સમાં થયેલા કડાકાના કારણે HDFC, RIL, ઇન્ફોસિસ, ITC અને SBIના શેરો સૌથી વધુ ધોવાયા છે.

ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડા બાદ હવે દેશની અર્થવ્યવસ્થા સામે પણ ઘણા પડકારો ઉભા થયા છે. જો આ જ પ્રમાણે રૂપિયામાં ઘટાડો યથાવત રહ્યો તો વિદેશમાંથી આવતો સામાન મોંઘો થઇ શકે છે. આ ઉપરાંત વિદેશમાં શિક્ષણ, દવા તેમજ મેડિકલ ઉપકરણો પણ મોંઘા થઇ શકે છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

596068 rupee thinkstock 072717 1 1 1 1 1 ડોલરની સામે રૂપિયો થયો કકડભૂસ, ૭૨.૬૩ના રેકોર્ડ સ્તર સુધી પહોંચી એક ડોલર કિંમત
business-indian-rupee-reached-record-level-dollar-72-63-rupees-per-1-dollar

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

નિષ્ણાતોનું માનવું છે કે,, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે.