Not Set/ ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યા રૂપિયા 1 લાખ

લોકસભાની ચુંટણીનાં હજુ બે ચરણ બાકી છે. છઠ્ઠુ ચરણનું મતદાન રવિવારે 12 તારીખે થશે. પરંતુ તે પહેલા એક વિવાદ સર્જાયો હોવાનુ સામે આવી રહ્યુ છે. પૂર્વ આઇપીએસ રહેલા અને હાલમાં ભાજપનાં લોકસભાનાં ઉમેદવાર ભારતી ઘોષની કારમાંથી લગભગ 1 લાખ રૂપિયા મળી આવ્યા છે. જેને પોલીસે જપ્ત કરી લીધા છે. ત્યારબાદ ભારતીએ એવો દાવો કર્યો છે […]

Top Stories India Politics
cc862d2c 6328 11e9 b92f deef78e36bd1 ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યા રૂપિયા 1 લાખ

લોકસભાની ચુંટણીનાં હજુ બે ચરણ બાકી છે. છઠ્ઠુ ચરણનું મતદાન રવિવારે 12 તારીખે થશે. પરંતુ તે પહેલા એક વિવાદ સર્જાયો હોવાનુ સામે આવી રહ્યુ છે. પૂર્વ આઇપીએસ રહેલા અને હાલમાં ભાજપનાં લોકસભાનાં ઉમેદવાર ભારતી ઘોષની કારમાંથી લગભગ 1 લાખ રૂપિયા મળી આવ્યા છે. જેને પોલીસે જપ્ત કરી લીધા છે. ત્યારબાદ ભારતીએ એવો દાવો કર્યો છે કે તેમણે કોઇ નિયમ ભંગ કર્યો નથી.

Bharati Ghosh with Mamata ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યા રૂપિયા 1 લાખ

ભાજપનાં લોકસભા ઉમેદવાર ભારતી ઘોષ પશ્ચિમ બંગાળની તેજ પૂર્વ આઇપીએસ રહી ચુક્યા છે. તાજતરમાં જ તેણે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવેલી ભારતીય જનતા પાર્ટીને જોઇન કરી છે. એક સમય હતો જ્યારે પૂર્વ આઇપીએસ ભારતી ઘોષ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બંનર્જીની નજીક હોવાનું માનવામાં આવતુ હતુ. ભાજપમાં સમાવેશ થવાની વાતને લઇને તે હાલમાં ચર્ચામાં આવી ગયા છે. આપને જણાવી દઇએ કે, પૂર્વ આઇપીએસ ભારતી ઘોષને પશ્ચિમ મેદિનીપુરનાં પોલીસ અધિકારી પદથી સ્થાનાંતરિત બાદ પોલીસ મહાનિર્દેશકને પોતાનુ રાજીનામુ આપ્યુ હતુ.