અકસ્માત/ બોડેલી લગ્નમાં જતા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, 10 માસની બાળકીનું મોત

રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 10 મહિનાની બાળકી આયશાબાનું ઇરફાનભાઈ શેખનું મોત નીપજ્યું છે જયારે છ ઈસમોને ઇજા પહોંતા સારવાર અર્થે ડભોઈ દવાખાને ખસેડ્યા હતા. 

Gujarat Others
અકસ્માત
  • સંખેડાના ગામડી નજીક અકસ્માત
  • ટ્રેઈલરે રિક્ષાને લીધી અડફેટે
  • પરિવાર બોડેલી લગ્નમાં જતો હતો
  • દસ માસની બાળકીનું મોત, 6 ઘાયલ

ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં આવેલા સંખેડાના ગામડી નજીક અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 10 મહિનાની બાળકી આયશાબાનું ઇરફાનભાઈ શેખનું મોત નીપજ્યું છે જયારે છ ઈસમોને ઇજા પહોંતા સારવાર અર્થે ડભોઈ દવાખાને ખસેડ્યા હતા.

આ પણ વાંચો :ગોંડલમાં પતિના ત્રાસથી મહિલાએ કર્યું અગ્નિસ્નાન, સારવાર દરમિયાન થયું મોત

મળતી માહિતી અનુસાર, સિમેન્ટના મિક્ષર ટેલરે વડોદરાથી બોડેલી તરફ જઈ રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી.. રિક્ષામાં સવાર પરિવાર બોડેલી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો આ દરમિયાન  અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં દસ માસની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે જ્યારે છ વ્યક્તિ ઘાયલ થયા હતા.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત ડભોઇ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માતને પગલે રસ્તાની બન્ને બાજુએ ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઇજાગ્રસ્તોમાં સલીમભાઈ પઠાણ, ઇરાફાનભાઈ, સઈદાબેન, સાયરાબાનું મો.ખલિલ શેખ, શેખ અકસાબાનું મો.ખલિલ શેખનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :વડોદરામાં ગ્રીષ્મા કેસ વાળી ઘટના થતા અટકી, અહીં પણ યુવકે યુવતીનું ગળું કાપી પીધી દવા

આ પણ વાંચો : જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત

આ પણ વાંચો :માહિતી કર્મયોગીઓનો ‘લેખન કૌશલ્ય’ વિષયક એક દિવસીય પરિસંવાદ સંપન્ન

આ પણ વાંચો : નડિયાદના સંતરામ મંદિરમાં સાકારવર્ષા કરવામાં આવી, હજારો ભાવિકો આવ્યા દર્શનાર્થે