રાજકોટ/ રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે અથડાતા, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા

Gujarat Rajkot
Untitled 65 રાજકોટ-જામનગર હાઇવે પર એક્સેસ ડિવાઇડર સાથે અથડાતા, બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત

   રાજયમાં  દિવસેને દિવસે  અકસ્માતના  કેસો  વધતાં  જોવા મળી રહ્યા  છે.  ક્યારેક એવા  ગંભીર કેસો હોય છે જેમાં  ઘટના સ્થળે જ મોત  નીપજતું હોય છે.  તેવામાં રાજકોટ શહેરમાં ખાસ   અકસ્માતના બનાવ વધતાં  જોવા મળી રહ્યા છે.રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી.

આ પણ  વાંચો;panjab election / ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિતનાં નેતાઓ AAPમાં જોડાયા

એમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ પણ વાંચો;શિવરાત્રિ મેળો યોજાશે / જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત

 રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પરેશ ઉર્ફે પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.