Not Set/ ચરસના જથ્થા સાથે ઝડપાયો શખ્સ, ચરસની બજાર કિમત 6 લાખ રૂપિયા

જેતપુર, જેતપુરના નવાગઢમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી 650 ગ્રામ ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચરસની બજાર કિમત 6 લાખ રૂપિયા આંકવામાં આવી. રાજકોટ બાદ જેતપુરમાં ચરસ વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરવા અંગે રૂરલ એસપી બલરામ મીણાએ કમર કસી. આ મામલે એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, નવાગઢના ખાટકીવાસ નજીક રહેતો […]

Top Stories Gujarat Others
mantavya 166 ચરસના જથ્થા સાથે ઝડપાયો શખ્સ, ચરસની બજાર કિમત 6 લાખ રૂપિયા

જેતપુર,

જેતપુરના નવાગઢમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી 650 ગ્રામ ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચરસની બજાર કિમત 6 લાખ રૂપિયા આંકવામાં આવી.

રાજકોટ બાદ જેતપુરમાં ચરસ વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરવા અંગે રૂરલ એસપી બલરામ મીણાએ કમર કસી. આ મામલે એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, નવાગઢના ખાટકીવાસ નજીક રહેતો મુસ્લીમ શખ્સ સલીમ સીદીક સમા ચરસનો ધંધો કરતો હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ બાતમીને આધારે એસઓજી ટીમે નવાગઢના ધાર વિસ્તારમાં આવેલી દરગાહ પાસે સલીમની ઓરડી પર દરોડો પાડ્યો હતો. જેમાં કુલ રૂપિયા 6 લાખની કિંમતનું 650 ગ્રામ ચરસ મળી આવતા પોલીસે આ ચરસ કબ્જે કરી આરોપી સલીમ સમાની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી સલીમ છેલ્લા એકાદ વર્ષથી ચરસનો વેપાર કરતો હતો. તેમજ આ ચરસની પડીકી રૂપિયા 1100માં વેચતો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી સલીમ આ ચરસ ક્યાંથી લાવતો હતો? તેમજ આ મામલે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? સહિતના મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત પૂર્વે રાજકોટ શહેરમાંથી ચરસ અને અફીણ વેચાણનું નેટવર્ક ઝડપાયું હતું.