Not Set/ રાજકોટ નજીક પીપરડી ગામ પાસે કેમિકલ કંપનીનું બોઇલર ફાટ્યું : 4 લોકોના મોત, 12 ઘાયલ

રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામેથી વાંકાનેર જવાના રોડ પર આવેલા પીપરડી ગામ પાસે એક કંપનીમાં કેમિકલનું બોઇલર ફાટતા મોટી જાનહાનિ થઈ છે. આ ઘટનામાં હાલની સ્થિતિએ મળતી વિગત મુજબ 4 લોકોના મોત થયા છે.

Top Stories Gujarat
boilar blast રાજકોટ નજીક પીપરડી ગામ પાસે કેમિકલ કંપનીનું બોઇલર ફાટ્યું : 4 લોકોના મોત, 12 ઘાયલ

રાજકોટ નજીક આવેલા કુવાડવા ગામેથી વાંકાનેર જવાના રોડ પર આવેલા પીપરડી ગામ પાસે એક કંપનીમાં કેમિકલનું બોઇલર ફાટતા મોટી જાનહાનિ થઈ છે. આ ઘટનામાં હાલની સ્થિતિએ મળતી વિગત મુજબ 4 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકોને ઇજા પહોંચી છે.બોઇલર ખૂબ જ તીવ્ર ધડાકાથી ફાટ્યું હતું. બનાવ વખતે ત્યાં કામ કરતો એક શ્રમિક કંપનીથી અંદાજે 150 મીટર દૂર ફંગોળાયો હતો. અને રોડ પર પડ્યો હતો. તેમનું મોત નીપજ્યું છે.  એકાદ કિલોમીટર વિસ્તારમાં બોઇલર ફાટવાનો અવાજ સંભળાયો હતો.

ગુજરાત બોર્ડ / બોર્ડની પરીક્ષા નિયમ મુજબ નિયત સમયે જ યોજાશે, વાલીઓ દ્વિધામાં ન રહે : મુખ્યમંત્રી રૂપાણી

boilar blast2 રાજકોટ નજીક પીપરડી ગામ પાસે કેમિકલ કંપનીનું બોઇલર ફાટ્યું : 4 લોકોના મોત, 12 ઘાયલ
કોરોના કહેર / દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત : 24 કલાકમાં 1.58 લાખ નવા કેસ જ્યારે રિકવરીમાં મોટો ઉછાળો,95 હજારથી વધુ રિકવર

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યાં ઘટના બની તે કંપનીનું નામ દેવ ઇન્ડસ્ટ્રીઝ હોવાની વિગત મળી રહી છે. કંપનીમાં સિલિકોન કેમિકલ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે બોઇલર ફાટતા આ ઘટના બની છે. ઘાયલ થયેલા લોકોને લાવવા માટે રાજકોટથી એમ્બ્યુલન્સ દોડવાઈ છે. ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. વાંકાનેર અને રાજકોટના નવા એરપોર્ટ પોલીસ મથકના પોલીસ જવાનોના ઘાડેધડા અહીં ઉતારી દેવામાં આવ્યા છે.

Covid-19 / સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત, રેમેડેસિવિર ઇન્જેક્શનની પડી જરૂર

આ ઉપરાંત એરપોર્ટ પોલીસના પીઆઇ એમ.સી. વિભાગના અધિકારીઓ પણ દોડી ગયા છે. ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બનાવ બન્યો ત્યારે 18 લોકો કંપનીમાં કામ કરતા હતા. તમામ શ્રમિકો બિહારના વતની હોવાની વિગતો સાંપળી છે. જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે. 12 લોકોને સારવાર માટે ખસેડાયા છે. જ્યારે બે લોકો લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે. આશરે રાત્રે 10 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી.

Covid-19 / સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત, રેમેડેસિવિર ઇન્જેક્શનની પડી જરૂર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…