દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. 24 કલાકમાં 1.58 લાખ નવા કેસ જોવા મળ્યા છે, દેશમાં રિકવરીમાં રાહતજનક સુધારો જોવા મળ્યો છે.24 કલાકમાં 95 હજારથી વધુ લોકો કોરોનાની સારવાર લઇ અને સાજા થયા છે.એક્ટિવ કેસ 12.5 લાખને પાર નોંધવામાં આવ્યા છે આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો હવે 1.36 કરોડથી વધુ પર પહોંચ્યો છે.
Covid-19 / સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત, રેમેડેસિવિર ઇન્જેક્શનની પડી જરૂર

આ ઉપરાંત વધુ 880 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. આ સાથે જ કુલ મૃત્યુ આંક 1,71,089 થયો છે. દેશનાં વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિમાં જોઈએ તેટલો સુધારો જોવા મળ્યો નથી.દેશના વિવિધ રાજ્યોમાં કોરોના ના આંકડા હજુ પણ ભયાવહ જોવા મળી રહ્યા છે.વિવિધ રાજ્યોના આંકડા પર નજર કરીએ.
‘કોરોના’નો કાળો કેર / અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ હાઉસફૂલઃ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સનો ઢગલો

સૌથી વધારે મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 13,604, છત્તીસગઢમાં 13,576 દિલ્હીમાં 11,491 કે અને કર્ણાટકમાં 9,579 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6,000 કરતાં વધારે કેસ નોંધવામાં આવતાં રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
નવી માર્ગદર્શિકા / 14 એપ્રિલથી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો ઉપરાંત લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,તમામ જાહેર ઉજવણી પર પ્રતિબંધ

મોકૂફ / કોરોનાને કારણે 25 એપ્રિલના રોજ યોજાનારી શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
