Surat News/ સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી, ₹6.18 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત, મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રાઈમ બ્રાન્ચે બેંગકોકથી આવેલા પેસેન્જરો પાસેથી હાઈબ્રીડ ગાંજો (Hybrid cannabis) જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News
Hybrid cannabis

Surat News:સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઈલેન્ડના બેંગકોકથી આવેલા પેસેન્જરો પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹6.18 કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો (Hybrid cannabis) જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત એરપોર્ટ પરથી પકડાયો હાઈબ્રીડ ગાંજો (Hybrid cannabis)

Hybrid cannabis

આ ઘટના ત્યારે બની જ્યારે બેંગકોકથી આવતી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ. ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે DRI, કસ્ટમ્સ, CISF અને ડુમસ પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસે આરોપીઓની ચાર ટ્રોલી બેગની તપાસ કરતાં ગુપ્ત ખાનામાંથી 16 પેકેટમાં કુલ 17.65 કિલો હાઈબ્રીડ ગાંજો (Hybrid cannabis) મળી આવ્યો.

Hybrid Cannabis

આ ગાંજો ખાસ પદ્ધતિથી છુપાવવામાં આવ્યો હતો, જેથી સ્કેનરમાં પકડાય નહીં. હાઈબ્રીડ ગાંજો હાઈડ્રોપોનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે, જે સામાન્ય ગાંજા કરતાં વધુ પોટન્ટ અને મોંઘો હોય છે.આરોપીઓની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના કનેક્શન સામે આવી રહ્યા છે. બેંગકોકથી (Bangkok) આ ડ્રગ્સની હેરાફેરીનો નવો રૂટ બની રહ્યો છે.”આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹6.18 કરોડથી વધુ છે. પોલીસે NDPS એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત એરપોર્ટથી1.40 કરોડનો ગાંજો પકડાયો , ધરપકડ કરાયેલો ઝાફર 28 વખત બાંગ્લાદેશ જઈ આવ્યો

આ પણ વાંચોઃસુરતમાં 22 કિલો ગાંજો પકડાયો, CRPF કોન્સ્ટેબલની ધરપકડ

આ પણ વાંચોઃસુરતના સાયણમાંથી 8 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપવામાં SOG સફળ