Election 2024-Media/ લોકસભા ચૂંટણી 2024ની માહિતી માટે PIBનું મીડિયા ફેસિલિટેશન લોન્ચ

લોકસભા ચૂંટણી 2024ની હેઠળ રિપોર્ટિંગ કરનારા મીડિયા કર્મચારીઓ માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ વન સ્ટોપ ફેસિલિટેશની અનેક સગવડોવાળી એક માઇક્રોસાઇટ https://pib.gov.in/elect2024/index.aspx શરૂ કરી છે.

India Breaking News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની હેઠળ રિપોર્ટિંગ કરનારા મીડિયા કર્મચારીઓ માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ વન સ્ટોપ ફેસિલિટેશની અનેક સગવડોવાળી એક માઇક્રોસાઇટ https://pib.gov.in/elect2024/index.aspx શરૂ કરી છે. આ પોર્ટલની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

ડિજિટલ ફ્લિપ બુકઃ આ બુકમાં વિવિધ રસપ્રદ વિશ્લેષણો અને ડેટા સમૃદ્ધ સગવડો સામેલ છે. મીડિયા કર્મચારીઓ આ માહિતીનો ઉપયોગ તેમના લેખો લખવા કરી શકે છે.

લિંક્સઃ આ ઉપરાંત ઉપયોગી લિંક્સ પૂરી પાડવામાં આવી છે, જેના દ્વારા પત્રકારો ઈસીઆઈ વેબસાઇટના સંલગ્ન વિભાગોને નેવિગેટ્સ કરી શકે છે.

ઇન્ફોગ્રાફિક્સઃ ડેટાને સરળ રીતે સમજવા માટે વિવિધ ઇન્ફોગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.

અનુસૂચિઓઃ વિવિધ તબક્કાઓને સમજવા માટે અનુસૂચિઓ રેડી રેકનર તરીકે પ્રદાન કરવામાં આવી છે.

ચૂંટણીપંચની સૂચનાઓઃ ભારતીય ચૂંટણીપંચની વિવિધ સૂચનાઓ અને દિશાનિર્દેશોને અહીં અપડેટ કરવામાં આવે છે.

ચૂંટણી અધિકારીની માહિતીઃ ચૂંટણીપંચના સરળ અભિગમને સમજવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય ચૂંટણી અધિકારીઓની માહિતી આપવામાં આવી છે.

મીડિયાબૂકઃ મીડિયા માર્ગદર્શિકા સહિતની સૂચનાઓનું ઇસીઆઈ સંકલન સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

પરિણામ-આંકડાઃ મીડિયા કર્મચારીઓને ચૂંટણીઓના પરિણામ અને તેના આંકડા આના પરથી મળી રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત