Not Set/ લુધિયાણા : પકોડા વેચનારા પર પાડી ઇન્કમટેક્સે રેડ, મળ્યા ૬૦ લાખ રૂપિયા

લુધિયાણા વડાપ્રધાન મોદીને જયારે રોજગારી વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેમણે પકોડા વેચવાનું ઉદાહરણ આપ્યું હતું જેનું વિપક્ષ દ્વારા મજાક ઉડાવવામાં આવ્યું હતું. કદાચ ત્યારે કોઈના મગજમાં વિચાર નહિ આવ્યો હોય કે પકોડા વેચનારને ત્યાં દરોડા પણ પડી શકે. પંજાબના લુધિયાણા શહેરમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે રેડ પાડતા, […]

India Trending
maxresdefault 6 લુધિયાણા : પકોડા વેચનારા પર પાડી ઇન્કમટેક્સે રેડ, મળ્યા ૬૦ લાખ રૂપિયા

લુધિયાણા

વડાપ્રધાન મોદીને જયારે રોજગારી વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેમણે પકોડા વેચવાનું ઉદાહરણ આપ્યું હતું જેનું વિપક્ષ દ્વારા મજાક ઉડાવવામાં આવ્યું હતું. કદાચ ત્યારે કોઈના મગજમાં વિચાર નહિ આવ્યો હોય કે પકોડા વેચનારને ત્યાં દરોડા પણ પડી શકે. પંજાબના લુધિયાણા શહેરમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે.

શુક્રવારે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે રેડ પાડતા, પન્નાસિંહ જે પકોડા વેચવાનો ધંધો કરે છે તેમને ત્યાંથી રેડ પાડતા  ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા. એક દિવસ પહેલા આઈટી ડીપાર્ટમેન્ટે સર્વે કર્યો હતો. આઈટી વિભાગને જાણકારી મળી હતી કે પકોડાની દુકાનના માલિક ટેક્સથી મુક્તિ લેવા માટે ઓછી ઇન્કમ બતાવતા હતા.

આ સૂચનાને આધારે તેમણે તપાસ કરી હતી સાથે જ તે લોકોએ દિવસભર થનારી કમાણી પર ધ્યાન રાખ્યું હતું.

આં સમગ્ર મામલે ઇન્કમટેક્ષ વિભાગે કોઈ પણ માહિતી આપવાની ના પડી દીધી હતી પરંતુ એક ન્યુઝ એજન્સીના ઈન્ટરવ્યુંમાં પકોડાની દુકાનના માલિક દેવ રાજે પોતાની સંપત્તિ વિશે કહ્યું હતું. તેણે કહ્યું કે ઇન્કમ ટેક્ષની સામે તેને ૬૦ લાખની અઘોષિત સંપત્તિ જણાવી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૨માં પન્ના સિંહે ગિલ રોડ પર પકોડાની દુકાન ખોલી હતી.થોડા જ સમયમાં પન્ના સિંહની દુકાન પંજાબ અને આજુબાજુના રાજ્યોમાં પનીર પકોડાને લીધે ફેમસ થઇ ગયા હતા.પન્ના સિંહના પકોડા ખાવામાં ગ્રાહકોમાં મોટા નેતા, પોલીસ અધિકારી અને બીઝનેસમેન બધાનો સમાવેશ થાય છે.