Not Set/ મુંબઈ/ બેદરકારીથી રેલ્વે લાઇન પાર કરનારને યમરાજે ભણાવ્યો પાઠ, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

મુંબઈ પોલીસ રેલ્વે ફોર્સ (આરપીએફ) એ બેદરકારીથી રેલ્વે લાઇન ક્રોસ કરનારાઓને પાઠ ભણાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને અનોખા જ પગલા ભર્યા છે. મુંબઇમાં, પશ્ચિમ રેલ્વેએ ઘણા સ્ટેશનો પર મૃત્યુનાં દેવ કહવાતા યમરાજને ગોઠવ્યા કર્યા છે, જે મુસાફરોને ખતરાની જાણકારી આપે છે કે જો તેઓ બેદરકારીથી રેલ્વે લાઈન પાર કરશે તો તેઓ મોતને સામેથી બોલાવશે. […]

Top Stories India
Yamraj teaching railway line cross મુંબઈ/ બેદરકારીથી રેલ્વે લાઇન પાર કરનારને યમરાજે ભણાવ્યો પાઠ, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

મુંબઈ પોલીસ રેલ્વે ફોર્સ (આરપીએફ) એ બેદરકારીથી રેલ્વે લાઇન ક્રોસ કરનારાઓને પાઠ ભણાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને અનોખા જ પગલા ભર્યા છે. મુંબઇમાં, પશ્ચિમ રેલ્વેએ ઘણા સ્ટેશનો પર મૃત્યુનાં દેવ કહવાતા યમરાજને ગોઠવ્યા કર્યા છે, જે મુસાફરોને ખતરાની જાણકારી આપે છે કે જો તેઓ બેદરકારીથી રેલ્વે લાઈન પાર કરશે તો તેઓ મોતને સામેથી બોલાવશે.

આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પરથી સામે આવી રહી છે, જેમાં યમરાજનાં વેશભૂષામાં એક વ્યક્તિ ગદા અને શિંગડાવાળો તાજ પહેરી કેટલાક લોકોને તેના ખભા પર લઈને જઇ રહ્યો છે. આ દરમિયાન, યમરાજ તેઓને સલામતી પ્રત્યે જાગૃત રહેવાની પણ શીખ આપી રહ્યા હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવાની રેલ્વેની આ ટેકનીક ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કેટલાક ફોટા અંધેરી રેલ્વે સ્ટેશન પરથી બહાર આવ્યા છે જ્યાં કેટલાક મુસાફરો રેલ્વે લાઇનને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે, યમરાજ ત્યાં પહોંચે છે અને તે ખભા પર મુસાફરને બેસાડીને લઇ જતા જોવા મળે છે.

આ યમરાજને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર થયા હતા. આ દૃશ્ય જોઈને તે ખૂબ જ હસી રહ્યા હતા સાથે જ તે જાગૃતતા પ્રત્યે રેલ્વે પોલીસની કર્મઠતા અને ક્રિએટિવિટીની પણ પ્રશંસા કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.