દિલ્હીથી નજીક ગાજિયાબાદમાં ભત્રીજીની સાથે થયેલી છેડતીનો વિરોધ કરનાર પત્રકારને સોમવારે રાત્રે બદમાશોએ ગોલી મારી દીધી હતી, જીવન અને મોત સાથે જંગ લડી રહેલા પત્રકાર વિક્રમ જોશીને સોમવારે રાત્રે દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદમાં ભત્રીજીની છેડતીનો વિરોધ કરનારા બદમાશોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના પર હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર નિશાન સાધતા આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે વચન રામ રાજનું હતું, આપી દીધુ ગુંડારાજ.
રાહુલ ગાંધીએ બુધવારે પોતાના ટ્વિટમાં લખ્યું – “પત્રકાર વિક્રમ જોશીને તેમની ભત્રીજીની છેડતીનો વિરોધ કરવા બદલ હત્યા કરી દેવામાં આવી હતી. શોકગ્રસ્ત પરિવારને મારું આશ્વાસન. વચન રામ રાજનું હતું, આપી દીધુ ગુંડારાજ.”
अपनी भांजी के साथ छेड़छाड़ का विरोध करने पर पत्रकार विक्रम जोशी की हत्या कर दी गयी। शोकग्रस्त परिवार को मेरी सांत्वना।
वादा था राम राज का, दे दिया गुंडाराज।
— Rahul Gandhi (@RahulGandhi) July 22, 2020