Not Set/ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સામે આવ્યો એક રમુજી કેસ, અરજદારે એવો દાવો કર્યો કે તે જાણીને તમે ચોકી ઉઠશો

સોશિયલ મીડિયાના દુરૂપયોગને લગતો એક રમુજી કેસ પંજાબ-હરિયાણા હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. મહિલા અરજદારે રાજકુમાર હેરી સામે કોર્ટમાંથી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

India
A 164 પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સામે આવ્યો એક રમુજી કેસ, અરજદારે એવો દાવો કર્યો કે તે જાણીને તમે ચોકી ઉઠશો

સોશિયલ મીડિયાના દુરૂપયોગને લગતો એક રમુજી કેસ પંજાબ-હરિયાણા હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. મહિલા અરજદારે રાજકુમાર હેરી સામે કોર્ટમાંથી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અરજદારે આરોપ લગાવ્યો હતો કે, પ્રિન્સ હેરીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જે હજી પૂરું થયું નથી. અરજી દાખલ કરનારી મહિલાએ પ્રિન્સ હેરી સામે વોરંટ ઇશ્યૂ કરવાની માંગ કરી હતી.

આ મામલો કોર્ટ સમક્ષ આવ્યો ત્યારે જસ્ટિસ અરવિંદસિંહે ખૂબ રમૂજી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, સંભવ છે કે તમારા પ્રિન્સ હેરી તેના સુવર્ણ ભવિષ્ય માટે પંજાબના એક ગામમાં સાયબર કાફેમાં બેઠા હશે. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે આ અરજી દિવસે જોયેલા સ્વપ્નથી ઓછી નથી.

આ પણ વાંચો :કેજરીવાલે CBSEની પરીક્ષાઓ રદ કરવા કરી અપીલ, કહ્યું – હોટસ્પોટ બની શકે છે પરીક્ષા હોલ

બીજી તરફ આ મામલો કોર્ટ સમક્ષ આવ્યો ત્યારે જસ્ટિસ અરવિંદસિંહે ખૂબ રમૂજી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, સંભવ છે કે તમારા પ્રિન્સ હેરી તેના સુવર્ણ ભવિષ્ય માટે પંજાબના એક ગામમાં સાયબર કાફેમાં બેઠા હશે. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, આ અરજી દિવસે જોયેલા સ્વપ્નથી ઓછી નથી.

પલવિંદર સિંઘ નામની મહિલાએ અરજી દાખલ કરી હતી, તે વ્યવસાયે વકીલ છે. અરજદારની વિનંતી સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની સુનાવણી કરતાં તેને ‘પાયાવિહોણી’ ગણાવી હતી અને અરજીને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : ‘SMS’નું આ હથિયાર તમને ‘કોરોના વાયરસથી જરૂર બચાવશે

આ બનાવટી વાતચીતનો સ્વીકાર કરવો યોગ્ય છે

કોર્ટમાં ન્યાયાધીશ અરવિંદસિંહે કહ્યું કે, તમે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી નકલી વાતચીતને યોગ્ય તરીકે સ્વીકારી રહ્યા છો. અરજદારે તેની અરજીમાં કેટલાક ઇમેઇલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો જે તેમને પ્રિન્સ હેરીના નામે કથિત રીતે મોકલવામાં આવ્યા હતા.

કોર્ટે કહ્યું કે તે ફક્ત આ મામલે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી શકે છે. ડ્રાફ્ટ અરજી પણ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવી નથી. આવા અનેક સંદેશા બનાવટી આઈડી દ્વારા ઘણા ખાતા બનાવીને બનાવવામાં આવ્યા છે. આ સાથે કોર્ટે અરજદાર મહિલા એડવોકેટને પણ પૂછ્યું કે શું તે ક્યારેય યુકે ગયા છે. ત્યારબાદ તેણે કહ્યું નહીં.

આપને જણાવી દઇએ કે પ્રિન્સના લગ્ન વર્ષ 2018 માં મેગન મર્કેલ સાથે થયા છે. મેગન એક અભિનેત્રી રહી છે. વર્ષ 2019 માં કપલે એક પુત્રને જન્મ આપ્યો. તેના પુત્રનું નામ આર્ચી છે, મર્કેલ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે.

આ પણ વાંચો :વધુ બે નેતા આવ્યા કોરોનાની ઝપટમાં, ટ્વીટ કરી આપી જાણકારી

આ પણ વાંચો : ભોપાલમાં 6 દિવસનું મીની લોકડાઉન જાહેર