Not Set/ ‘SMS’નું આ હથિયાર તમને ‘કોરોના વાયરસથી જરૂર બચાવશે

કોરોનાની બીજી લહેરની હાલત કઇ દિશામાં લઇ જઇ રહી છે. તે કહેવું અત્યારે તો સંભવ નથી. પણ તમામ દેશોનો પાછલા એક વર્ષનો અનુભવ કહે છે કે પબ્લિક હેલ્થ નિયમોને જમીની સ્તર પર લાગું કરવાથી લઇને કોવિડથી બચાવ કરવાના ઉપાયોને અપનાવવાથી જ પરિણામ મળશે અને સંક્રમણને રોકવાનો આ એકમાત્ર ઉપાય છે. તેના માટે સોશ્યલ ડીસ્ટેન્સિંગ, હેલ્થ […]

Mantavya Exclusive India

કોરોનાની બીજી લહેરની હાલત કઇ દિશામાં લઇ જઇ રહી છે. તે કહેવું અત્યારે તો સંભવ નથી. પણ તમામ દેશોનો પાછલા એક વર્ષનો અનુભવ કહે છે કે પબ્લિક હેલ્થ નિયમોને જમીની સ્તર પર લાગું કરવાથી લઇને કોવિડથી બચાવ કરવાના ઉપાયોને અપનાવવાથી જ પરિણામ મળશે અને સંક્રમણને રોકવાનો આ એકમાત્ર ઉપાય છે. તેના માટે સોશ્યલ ડીસ્ટેન્સિંગ, હેલ્થ હાઇજીન અને ટેસ્ટિંગની સાથે સાથે તરત જ સારવાર પહોચાડવાની વ્યવસ્થા જ કોરોનાને કાબુમાં કરશે. હાલના સમયમાં દેશ કોરોનાના યુકે વેરીઅંટનો સામનો કરી રહ્યો છે. પહેલાના વેરીઅંટથી આ વેરીઅંટ ચારથી છ ઘણો વધારે ઝડપી પ્રસાઇ થઇ રહયો છે. તેનું પરિણામ એ આવી રહયુ છે કે જયાં પહેલાં એક પરિવારમાંથી એક વ્યક્તિ સંક્રમિત થતો હતો અને હવે એક જ પરિવારના કેટલાય લોકો એક સાથે સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાથી બચવાનું હથિયાર છે SMS.

આ ઉપરાંત કોરોનાથી બચવાનું ચોથું ફેક્ટર છે વેક્સીન. જે હર્ડ ઇમ્યુનિટી માટે ખુબ જ જરૂરી છે. હાલની સ્થિતી યુદ્ધ જેવી બની ગઇ છે. જેને તમામ લોકોએ સાથે મળીને લડવું પડશે. અને તે સોશ્યલ ડિસ્ટન્સિંગથી શકય બની શકે છે. રસીકરણ કરવું જરૂરી છે પણ તે પછી સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવો જરૂરી છે. આ તમામ વસ્તુઓનો ખ્યાલ રાખવો પડશે. કારણ કે કોરોના રંગ રૂપ બદલીને આવી રહયો છે. અને તેને સંભાળવો પણ હવે મુશ્કેલ બની રહયો છે. પણ રસી લેવી એ હાલના સમયે ખુબ જ જરૂરી છે.

 

જે પ્રકારે કોરોનાની બીજી લહેર બેકાબૂ બનતી જોવાઇ રહી છે. તેના માટે હમણાં તો કોઇ રાહતના સમાચાર આવે તેવું જરાય લાગતું નથી. દેશના ૧૩ રાજયોના કેટલાય વીસ્તારોમાં ટોટલ લોકડાઉન અને નાઇટ કર્ફયું છે. તો મુંબઇ અને ઇન્દોર સહીતના કેટલાય શહેરોમાં વિકેન્ડ લોકડાઉન પણ લગાવાયું છે. સ્કુલ-કોલેજો બંધ છે. ઓફિસોમાં સંખ્યા ઓછી કરવાના આદેશ છે. તાજેતરમાં એક વૈજ્ઞાનિક અભ્યાસમાં અનુમાન લગાવાયુ છે કે કોરોનાની આ બીજી લહેર એપ્રિલન મધ્ય સુધીમાં પીક પર હશે. તે પછી કેસ લોડમાં ઘટાડો જોવા મળી શકે છે. અને મે મહીનાના અંત સુધીમાં હાલત સુધરતી જોવા મળી શકે છે. પણ તે દરમિયામ મેડિકલ સંસાધનોની કમીથી દેશને પસાર થવુ પડશે. અને જો સોશ્યલ ડિસ્ટેન્સીંગ અને પ્રતિબંધોનું પાલન ન કર્યુ તો
હાલત સુધરવામાં અનેક દિવસો પણ લાગી શકે છે.

આવી હાલતમાં સામાન્ય લોકોએ કોરોનાથી બચવા શું કરવું જોઇએ તે પણ જાણી લો. આઇસીએમઆરના કહેવા પ્રમાણે કોરોનાની આ બીજી લહેરમાં પૈનિક થવાની જરૂર નથી. સરકાર પ્રયાસો ઉપરાંત લોકોએ પણ પોતાની રીતે. સંક્રમણથી બચવા અને તેને ફેલાતો અટકાવવા માટે પગલાં લેવા પડશે. લોકો પોતાની રીતે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકે છે.

કોરોનાથી બચવા શું જરૂરી? 

  • સોશ્યલ ડિસ્ટેન્સ રાખો
  • માસ્કનો ઉપયોગ કરો
  • કોવિડના લક્ષણો ધરાવતા વ્યક્તિના સંપર્કમાં ન આવો
  • સાર્વજનિક પરિવહનથી બચો
  • લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચો
  • ખુબ જ જરૂરી હોય તો જ હોસ્પિટલ અને લેબની મુલાકાત લો
  • જરૂર જણાય તો ડોક્ટર સાથે ઓનલાઇન સંપર્ક કરો
  • લોકોને ગળે મળવા અને હાથ મિલાવવાથી બચો
  • નાક અને મોઢાને અડવાથી બચો
  • પોતાના હાથ સાબુથી વારંવાર સાફ કરો
  • આલ્કોહલ યુક્ત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરો

આ સિવાય સાર્વજનિક ઓફિસો અને સાર્વજનિક ઇમારતો અને દરવાજાના હેન્ડલને અડવાથી બચો. અથવા તેને અડવાની સ્થિતીમાં તરત જ સેનેટાઇઝરથી હાથ સાફ કરો.

ભારતમાં કોરોના વાઈરસની અસર બાકી દુનિયાથી અલગ દેખાઈ રહી છે. કેમ કે વાઈરસ વિરુદ્ધ એન્ટિબોડી ભારતીયોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકી રહ્યા નથી. એટલા માટે લોકો ફરીવાર ચેપગ્રસ્ત થઈ રહ્યા છે. આઈસીએમઆરે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 4.5%થી વધુ લોકોને એકથી વધુ વખત ચેપ લાગી ચૂક્યો છે. દુનિયામાં ફરીવાર ચેપગ્રસ્ત થવાનો દર આશરે 1% છે. દેશમાં ચેપગ્રસ્ત થયાના 60 દિવસ પછી લોકોના શરીરમાં પ્લાઝ્મા પણ ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગ્યા છે.

સીએસઆઈઆરના વિજ્ઞાનીઓએ આ મામલે રાષ્ટ્રીય સ્તરે એક સીરો સરવે હાથ ધર્યો હતો. જેમાં જાણ થઈ કે દેશના અનેક ભાગોમાં વાઈરસનો સ્થાનિક ફેલાવો થયો છે. વાઈરસની લપેટમાં આવનારા 30% જેટલા એવા લોકો છે. જેમના શરીરમાં 150થી 180 દિવસ પણ એન્ટિબોડી ટક્યા હતા. કેટલાક એવા પણ છે જેમનામાં 3 મહિનામાં જ એન્ટીબોડી ખતમ થઈ ગયા. લક્ષણ વગરના રોગીઓમાં એન્ટિબોડી ખૂબ જ નબળા સ્તરે પહોંચી ગયા છે.