Not Set/ અમદાવાદ : જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને કારની થઇ ટક્કર, કાર ચાલક ફરાર

અમદાવાદનાં જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસનો અકસ્માત થયો છે. પુરપાટ ઝડપે આવેલી કાર આ બસ સાથે અથડાઇ હતી. આપને જણાવી દઇએ કે, કાર ચલાવનાર એક મહિલા હતી જે અકસ્માત થયા બાદ ફરાર થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉદ્દગમ સ્કૂલની બસમાં 28 વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવી રહ્યુ છે. રાહતની વાત અહી એ રહી હતી […]

Ahmedabad Gujarat
zebar school bus accident ahd main અમદાવાદ : જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને કારની થઇ ટક્કર, કાર ચાલક ફરાર

અમદાવાદનાં જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસનો અકસ્માત થયો છે. પુરપાટ ઝડપે આવેલી કાર આ બસ સાથે અથડાઇ હતી. આપને જણાવી દઇએ કે, કાર ચલાવનાર એક મહિલા હતી જે અકસ્માત થયા બાદ ફરાર થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉદ્દગમ સ્કૂલની બસમાં 28 વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવી રહ્યુ છે. રાહતની વાત અહી એ રહી હતી કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમા જોઇ શકાય છે કે બસ વળાંક લઇ રહી હતી ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી કાર તેની સાથે અથડાઇ ગઇ હતી. જો કે મહિલાને પોતાની ભૂલ સમજાતા તે ત્યાથી ફરાર થઇ ગઇ હતી.

કારની ઝડપનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, જેવી કાર બસ સાથે અથડાઇ કે તેનુ આગળનું બોનેટ વળી ગયુ હતુ. કાર ચાલક મહિલા અકસ્માત થતા જ ડરનાં મારે સ્થળ પર જ કાર છોડી ફરાર થઇ ગઇ હતી. સુત્રોનું કહેવુ છે કે, મહિલા દ્વારા ચલાવવામાં આવી રહેલી કાર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર હોવાનુ સામે આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.