Not Set/ CM વિજય રૂપાણીનું મોટું નિવેદન, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ

  રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે આજરોજ રાજીના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ રાજકોટ અને વડોદરાના પ્રવાસે છે. સવારે રાજકોટ અને બાદ વડોદરામાં સીએમ રૂપાણીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. વડોદરા ખાતે અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ બેઠકમાં હાજર રહ્યા હતા. જે […]

Gujarat Vadodara
0cc9b23018f7b80182db346198f2cf2d CM વિજય રૂપાણીનું મોટું નિવેદન, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ
 

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે આજરોજ રાજીના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ રાજકોટ અને વડોદરાના પ્રવાસે છે. સવારે રાજકોટ અને બાદ વડોદરામાં સીએમ રૂપાણીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. વડોદરા ખાતે અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે લોકોને ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ રાખવા માટે અપીલ કરી હતી.

તો સાથે સાથે ગુજરાતમાં દરરોજ 20 હજાર ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. સંક્રમણ ન વધે તે માટે નિયમોનું પાલન કરાવવું પડશે. સંક્રમણ વધુ હોય ત્યાં દરેક વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવશે. ગણપતિ, તાજીયા, જન્માષ્ટમી ઘરે ઉજવવા માટે સીએમ રૂપાણીએ અપીલ કરી હતી. તો નવરાત્રિને લઈને આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આવતીકાલથી વડોદરામાં ડબલ ટેસ્ટ કરવામાં આવશે. વડોદરામાં અત્યારે 250 વેન્ટિલેટર છે. વધુ વેન્ટિલેટર પણ જરૂર મુજબ અપાશે. ગુજરાતમાં ટેસ્ટ વધારવાશે. કોરોનાના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલું જ છે.  સોશિયલ ડિસ્ટન્સ માટેના દરેક પગલા ભર્યા છે. કોરોના સામેની લડાઇમાં લોકોનો સહકાર જરૂરી છે. 22 માર્ચે 1200 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. સુરતમાં 1 હજાર બેડની હોસ્પિટલ બનાવી છે. વડોદરામાં પણ કોવિડ બેડની સંખ્યા વધારાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.