Not Set/ ગુજરાત પેટાચૂંટણી@live/  થરાદમાં ઠરયું, રાધનપુરમાં રડયું અને અમરાઈવાડીમાં અધ્ધરતાલ જેવો ભાજપનો ઘાટ  

રાધનપુર બેઠક પર 10 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો,  ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે ખરાખરી નો જંગ માંડયો હતો. રાધનપુરની કતપુર એન્જિનિરિંગ કોલેજમાં 14 ટેબલો પર 23 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાઇ છે.  જેમાં પ્રાપ્ત રૂઝાનોમાં કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઇ સતત આગળ ચાલી રહ્યા છે. અને કોંગ્રેસનાં બાગી અને ભાજપના ઉમેદવાર અલ્પેશ […]

Top Stories Gujarat Others Politics
congress bjp 1539056235 ગુજરાત પેટાચૂંટણી@live/  થરાદમાં ઠરયું, રાધનપુરમાં રડયું અને અમરાઈવાડીમાં અધ્ધરતાલ જેવો ભાજપનો ઘાટ  

રાધનપુર બેઠક પર 10 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો,  ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે ખરાખરી નો જંગ માંડયો હતો. રાધનપુરની કતપુર એન્જિનિરિંગ કોલેજમાં 14 ટેબલો પર 23 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાઇ છે.  જેમાં પ્રાપ્ત રૂઝાનોમાં કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઇ સતત આગળ ચાલી રહ્યા છે. અને કોંગ્રેસનાં બાગી અને ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે બાવા ના બેય બગડ્યા જેવી પરિસ્થિતી આવી ને ઊભી છે.

વાત કરીયે થરાદ બેઠકની , તો અંહી 7 ઉમેદવારો હતા, પરંતુ ખરાખરીનો જંગ તો ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે મનાય છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે સવારે 8 વાગ્યાથી 260 બુથોની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં મત ગણતરી શરૂ થઈ હતી.

જેમાં ભાજપના જીવરાજ પટેલ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ 10 રાઉન્ડ બાદ માત્ર 1318 મતનો જ તફાવત હતો. થરાદ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે. પાતળી સરસાઈ ને લઈ ભાજપમાં ભયનો માહોલ જોવા મળી  રહ્યો છે. થરાદ પેટા ચૂંટણી માં મતગણતરી માં 12 રાઉન્ડ ના અંતે 20 મતથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંગ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. ‘

આમદવાદની અમરાઇ વાડી બેઠક પર ભાજપની  હાલત બહુ સારી નથી જણાઈ  રહી. અંહી કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેન્દ્ર ભાઈ સતત આગળ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.