Election/ પ.બંગાળમાં ભાજપે ફરી ઉઠાવ્યો CAA મુદ્દો, વિજયવર્ગીયાનાં કહેવા પ્રમાણે જાન્યુઆરીમાં લાગુ કરશે કાયદો

રાજકીય પક્ષોના નિવેદનો સાથે હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ તેની યોજનાઓ સ્પષ્ટ કરી દીધી છે.

Top Stories Gujarat Assembly Election 2022 India
vijayvargi પ.બંગાળમાં ભાજપે ફરી ઉઠાવ્યો CAA મુદ્દો, વિજયવર્ગીયાનાં કહેવા પ્રમાણે જાન્યુઆરીમાં લાગુ કરશે કાયદો

રાજકીય પક્ષોના નિવેદનો સાથે હવે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ તેની યોજનાઓ સ્પષ્ટ કરી દીધી છે. તે તેની જાણીતી શૈલીમાં બંગાળની ચૂંટણી ખૂબ આક્રમક રીતે લડવાનાં મૂડમાં જોવામાં આવી રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં સીએએ, રાષ્ટ્રવાદ અને મમતા સરકારના કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવીને ભાજપ તેમાં હિન્દુત્વનો જુસ્સો ઉમેરવા પ્રયાસો કરશે.

વરિષ્ઠ ભાજપ નેતા અને પ.બંગાળનાં ઇન્ચાર્જ કૈલાસ વિજયવર્ગીયાએ શનિવારે બારાસતમાં કહ્યું હતું કે, સુધારેલ નાગરિકત્વ કાયદો (સીએએ) આવતા વર્ષે જાન્યુઆરીથી પ.બંગાળમાં અમલમાં આવી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિભર્યા નથી. ભાજપ દ્વારા લાવવામાં આવેલ સુધારેલ નાગરિકત્વ કાયદો (સીએએ) માટે જ દીદી અમલી કરી રહ્યા નથી.

આ પણ વાંચો-  

આ પણ વાંચો- 

ઉત્તર 24 પરગના જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતાં વિજયવર્ગીયાએ કહ્યું, અમને આશા છે કે સીએએ હેઠળ શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની પ્રક્રિયા આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થશે. કેન્દ્ર સરકારે પ્રામાણિક ઉદ્દેશથી આ ખરડો પસાર કર્યો. સીએએ 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન અને પારસી શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ કરે છે.

તમને જણાવી દઈએ કે, સીએએ વિરુદ્ધ અને સમર્થનમાં દેશમાં ઘણાં આંદોલન થયાં હતાં. કોરોના સંક્રમણ પૂર્વે દિલ્હીનો શાહીનબાગ સીએએ વિરુદ્ધ વિરોધીઓનો અડ્ડો બની ગયો હતો. જોકે, પછીથી આંદોલનનો અંત લાવવો પડ્યો, ત્યાં સુધીમાં આ મુદ્દાએ ઘણી બધી હેડલાઇન્સ મેળવી લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…