Not Set/ અયોધ્યા મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનવણી

ગુરુવારે અયોધ્યા વિવાદનાં કેસ અંગે સુપ્રીમ કોર્ટ સુનવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ સભ્યની ખંડપીઠ આ બાબતે મધ્યસ્થતા માટે રચાયેલી પેનલની રિપોર્ટને ધ્યાનમાં લઈ શકે છે. પીઠએ 11 જુલાઇનાં રોજ સુનાવણી દરમિયાન આ મુદ્દે મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટની માંગ કરી હતી. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે, જો મધ્યસ્થી પ્રક્રિયા કોઈ […]

Top Stories India
Supreme Court EPS1 અયોધ્યા મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનવણી

ગુરુવારે અયોધ્યા વિવાદનાં કેસ અંગે સુપ્રીમ કોર્ટ સુનવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ સભ્યની ખંડપીઠ આ બાબતે મધ્યસ્થતા માટે રચાયેલી પેનલની રિપોર્ટને ધ્યાનમાં લઈ શકે છે. પીઠએ 11 જુલાઇનાં રોજ સુનાવણી દરમિયાન આ મુદ્દે મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટની માંગ કરી હતી.

ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે, જો મધ્યસ્થી પ્રક્રિયા કોઈ નિષ્કર્ષ પર પહોંચશે નહીં, તો આ બાબતે 25 જુલાઈથી દરરોજ સુનવણી થશે. સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ એફએમઆઈ ખલિફુલ્લાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોની મધ્યસ્થી પેનલની બનેલી બેંચે રચના કરી હતી.

એક હિંન્દુ પક્ષકારે ગત નવ જુલાઈનાં રોજ સુપ્રીમ કોર્ટને આ મામલામાં જલ્દી સુનવણીનો અનુરોધ કરતા આવેદન દાખલ કર્યુ હતુ. પક્ષકાર ગોપાલ સિંહ વિશારદ તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયામાં કોઇ ખાસ પ્રગતિ નથી થઇ રહી. જેના કારણે જલ્દી સુનવણી માટે તારીખ નક્કી કરવામા આવે. કોર્ટે અરજી પર વિચાર કરવાનું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.