Not Set/ ઈંદોર : બેટકાંડ બાદ ‘દે દના દન’ શબ્દોનું ઉચ્ચારણ કરનાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ માંગી માફી, જાણો શું કહ્યુ

ઈંદોરમાં ભાજપનાં ધારાસભ્ય અને ભાજપનાં મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનાં પુત્ર આકાશ વિજયવર્ગીયએ કરેલા બેટકાંડ મામલે માફી માંગી છે. આકાશ વિજયવર્ગીયએ ભાજપ હાઈકમાનને પોતાનુ માફીનામુ મોકલ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, પોતાના માફીનામામાં આકાશે કહ્યુ છે કે, જે ભૂલ મારાથી થઇ ગઇ છે તેને ભવિષ્યમાં કરવાની ભૂલ નહી કરુ. ઈંદોરમાં થોડા સમય પહેલા ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ […]

Top Stories India
Akash Vijayvargiya ઈંદોર : બેટકાંડ બાદ ‘દે દના દન’ શબ્દોનું ઉચ્ચારણ કરનાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ માંગી માફી, જાણો શું કહ્યુ

ઈંદોરમાં ભાજપનાં ધારાસભ્ય અને ભાજપનાં મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનાં પુત્ર આકાશ વિજયવર્ગીયએ કરેલા બેટકાંડ મામલે માફી માંગી છે. આકાશ વિજયવર્ગીયએ ભાજપ હાઈકમાનને પોતાનુ માફીનામુ મોકલ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, પોતાના માફીનામામાં આકાશે કહ્યુ છે કે, જે ભૂલ મારાથી થઇ ગઇ છે તેને ભવિષ્યમાં કરવાની ભૂલ નહી કરુ.

ઈંદોરમાં થોડા સમય પહેલા ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગર નિગમનાં એક અધિકારીને ક્રિકેટનાં બેટથી ખૂબ માર્યા હતા. જે ફૂટેજ સામે આવ્યા બાદ આકાશને જેલવાસ પણ ભોગવવુ પડ્યુ હતુ. જો કે આકાશ વિજયવર્ગીયને ત્રણ દિવસ બાદ જામીન પણ મળી ગયા હતા. નગરનિગમનાં અધિકારીની ધોલાઇ કર્યા બાદ ચારેબાજુએથી આવી રહેલા દબાણનાં કારણે ધારાસભ્ય વિજયવર્ગીયને 12 જુલાઈનાં રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ સાથે મુલાકાત કરી હતી. સુત્રોનું કહેવુ છે કે, આ સમયે તેમણે મૌખિક રીતે કહ્યુ હતુ કે, આગળથી આવી ભૂલ નહી થાય. વળી મળી રહેલી માહિતી અનુસાર હવે તેમણે લેખિતમાં પોતાનુ માફીનામુ મોકલાવ્યુ છે અને કહ્યુ છે કે આગળથી આવી કોઇ હરકત નહી થાય.

ઉલ્લેખનીય છે કે, નગર નિગમનાં અધિકારીને બેટથી માર્યા બાદ સમગ્ર દેશમાં આકાશ વિજયવર્ગીયને લઇને ગુસ્સો દેખાઈ રહ્યો હતો. મામલાને વધુ વેગ મળતા આકાશ વિજયવર્ગીયનાં પિતા કૈલાશ વિજયવર્ગીયએ વચ્ચે આવીને મામલાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે પણ એક ન્યૂઝ એન્કર સાથે આ વાતને લઇને ભીડાઇ ગયા હતા, જેમા તેમણે એન્કરને ત્યા સુધી કહી દીધુ હતુ કે, તમે છો કોણ? તમારી ઔકાત શું છે? જે પછી ખુદ PM મોદીએ પણ આ મામલે કૈલાશ વિજયવર્ગીયને બોલવુ પડ્યુ હતુ. PM મોદીએ આ મામલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને કહ્યુ હતુ કે આવી કોઇ હરકત પાર્ટી સહન કરશે નહી. ચૌ તરફથી આવી રહેલા દબાણનું જ પરિણામ છે કે અંતે આકાશ વિજયવર્ગીયને લેખિતમાં પણ માફીનામુ મોકલવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.