SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ/ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકાર SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ કરશે તૈયાર, માસ્ટર પ્લાન રેડી

SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકાર બિડ કરવાની તૈયારી કરી રહી છે. આ ગેમ્સ SVP સ્પોર્ટ્સ એન્ક્લેવમાં રમવામાં આવશે.

Top Stories Gujarat
Mantay 34 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકાર SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ કરશે તૈયાર, માસ્ટર પ્લાન રેડી

સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ એન્ક્લેવ એક મહત્વાકાંક્ષી ગુજરાત સરકારની યોજના છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે રાજ્ય સરકાર બિડ કરવાની તૈયારી કરી રહી છે. સંભવત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ શકે. રાજ્ય સરકાર ઓલિમ્પિકની તૈયારીઓને લઈને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર થવાનું અનુમાન છે. કહી શકાય કે આ સ્પોર્ટસ એન્ક્લેવ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનશે. અમદાવાદના આંગણે 2036ની ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ શકે.

સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું આયોજન વૈશ્વિક ધોરણોની સમકક્ષ બ્રોડકાસ્ટિંગ, સુરક્ષા, મીડિયા અને ઓપરેશન્સ અને ટ્રાન્સપોર્ટેશન જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક ઈવેન્ટ્સ માટે કરવામાં આવ્યું છે. ભીડની હિલચાલ જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સલામતી અને મુલાકાતીઓના સંદર્ભે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,” સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. રમતગમતના સ્થળોને વૈશ્વિક બેન્ચમાર્કને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યા છે. “આયોજિત, સંકલિત રિટેલ અને હોસ્પિટાલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના સ્થળોનો અનુભવ રોમાંચક રહેશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિક ગેમ માટે સ્પોર્ટસ એન્કલેવને બહુ મોટું વૈશ્વિક સ્તર સુધીનું  મલ્ટિફંક્શનલ અને બહુહેતુક તરીકે સ્થાનો અને તેની ડિઝાઇન કરવામાં આવી છે જેથી શક્ય તેટલી હદ સુધી બહુવિધ ઇવેન્ટ્સ હોસ્ટ કરવામાં સુગમતા રહે. “

SVP સ્પોર્ટ્સ એન્ક્લેવમાં 2-કિમીથી વધુ લાંબો રિવરફ્રન્ટ ફ્રન્ટેજ હશે અને તેમાં આંતરરાષ્ટ્રીય ડાઇનિંગ ડિસ્ટ્રિક્ટ, વ્યાપારી અને છૂટક સુવિધાઓ, આઉટડોર પ્લે એરિયા વગેરે હશે. ઓલિમ્પિક્સ માટે નોંધપાત્ર રોકાણો સાથે નવી સુવિધાઓ ઉભી કરતા સત્તાવાળાઓ આંતરરાષ્ટ્રીય પ્રસારણ કેન્દ્ર અને મુખ્ય મીડિયા કેન્દ્ર તરીકે કામગીરી માટે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર સુવિધાઓનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં મોટેરામાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ 236 એકર વિસ્તારમાં બનશે. તેના પર આશરે રૂ. 6,000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને તે બિલ્ટ-અપ વિસ્તારના 93 લાખ ચોરસ ફૂટમાં 20 પ્રકારની રમતોનું આયોજન કરી શકાશે. દેશભરના બાળકો અને ઓલિમ્પિક જેવી  રમત સ્પર્ધાઓને આગળ વધારવા માટે આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહેશે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ