ગુજરાત/ હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચનારા પર SOGની તવાઇ, બે લોકોની કરાઈ ધરપકડ

સુરત SOG પોલીસ દ્વારા બાતમીના આધારે નાનપુરાના માછીવાડ સર્કલ પાસે આવેલા શિવમ ટોબેકોમાં રેડ કરવામાં આવી હતી. ત્યાંથી આરોપી પ્રકાશ પટેલને વિદેશી સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

Gujarat Surat
સિગારેટ

@અમિત રૂપાપરા 

સુરત શહેરના અઠવા તેમજ ખટોદરા વિસ્તારમાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું વેચાણ કરનારા બે ઇસમોને સુરત શહેર એસ ઓ જી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પાસેથી 78040 રૂપિયાની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત SOG પોલીસ દ્વારા બાતમીના આધારે નાનપુરાના માછીવાડ સર્કલ પાસે આવેલા શિવમ ટોબેકોમાં રેડ કરવામાં આવી હતી. ત્યાંથી આરોપી પ્રકાશ પટેલને વિદેશી સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. એસ ઓ જીની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પ્રકાશકુમાર અમૃતલાલ પટેલ જે પાલનપુર જગાતનાકા રાંદેર ખાતે પરિવાર સાથે રહે છે અને તે અલગ અલગ વિદેશી કંપનીની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું વેચાણ કરતો હતો અને તેની પાસેથી 45600નો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત એસ ઓ જીએ બાતમીના આધારે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ શ્રી રામ માર્બલની સામે શિખર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 15માં ચાલતી અનુ એન્ટરપ્રાઇઝમાં પણ બાતમીના આધારે રેડ કરી હતી અને દુકાનમાં રેડ કરતા જ દુકાનની અંદરથી અલગ અલગ વિદેશી કંપનીની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો મળી આવી હતી. તેથી એસ ઓ જી દ્વારા આરોપી સીમાંશુ ઉર્ફે સની સુરેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે અને તેની દુકાનમાંથી 32440 રૂપિયનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ શહેરમાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટોનું વેચાણ કરતા ઈસમો પર હવે સુરત એસ ઓ જી દ્વારા તવાય બોલાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Video/સલામત સવારી ST હમારી, નીચે પડો તો જવાબદારી તમારી, ધ્રોલ-જોડિયા જતી બસમાંથી બે વિદ્યાર્થી રોડ પર પટકાયા

આ પણ વાંચોઃ ધરપકડ/ડમીકાંડમાં SIT દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ, 36માંથી 8 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

આ પણ વાંચોઃ ગુજરાત/સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ, કાકા દ્વારા જ કરાઈ ભત્રીજાની હત્યા

આ પણ વાંચોઃ ગુજરાત/જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

આ પણ વાંચોઃ ગુજરાત/સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીરના દર્શન કરી ધન્યતા અનુભવતા તમિલ બંધુઓ