Not Set/ વિરમગામનો ભદ્રેશ FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં,બાતમી આપનારને 1 લાખ ડોલરનું ઇનામ

અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) છેલ્લા ચાર વર્ષથી મૂળ ગુજરાતના એક યુવકને શોધી રહી છે.અમદાવાદના વિરમગામનો વતની એવા ભદ્રેશ કુમાર પટેલનું નામ FBIના ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ ભાગેડુના લિસ્ટમાં શામેલ છે અને તેની બાતમી આપનારને સરકાર $1,00,000 એટલે કે અંદાજે રૂ. 70 લાખનું ઈનામ આપશે. ભદ્રેશ અમેરિકામાં પોતાની પત્નીની હત્યા કરી […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2019 10 19 at 1.01.42 AM વિરમગામનો ભદ્રેશ FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં,બાતમી આપનારને 1 લાખ ડોલરનું ઇનામ

અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) છેલ્લા ચાર વર્ષથી મૂળ ગુજરાતના એક યુવકને શોધી રહી છે.અમદાવાદના વિરમગામનો વતની એવા ભદ્રેશ કુમાર પટેલનું નામ FBIના ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ ભાગેડુના લિસ્ટમાં શામેલ છે અને તેની બાતમી આપનારને સરકાર $1,00,000 એટલે કે અંદાજે રૂ. 70 લાખનું ઈનામ આપશે.

ભદ્રેશ અમેરિકામાં પોતાની પત્નીની હત્યા કરી ફરાર થયો હતો.FBI માને છે કે ભદ્રેશ પટેલ ખૂબ જ ખતરનાક ગુનેગાર છે જેણે હેનોવરના ડંકિન ડોનટ્સ સ્ટોરમાં પોતાની યુવાન પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી.

પત્નીને મારી નાખ્યા બાદ ભદ્રેશ પટેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરે છે. FBIના 2019ના લિસ્ટમાં તે ખૂબ જ ખતરનાક ગુનેગાર તરીકે સામેલ છે. પટેલનું નામ સૌથી પહેલા 2017ના ટોપ 10 લિસ્ટમાં આવ્યું હતું.

24 વર્ષનો ભદ્રેશ તેની 21 વર્ષની પત્ની સાથે

ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો. આ સ્ટોરમાં જ ભદ્રેશે પલકની હત્યા કરી હતી. પલકની લાશ કલાકો પછી 12 એપ્રિલ 2015ની રાત્રે મળી હતી. તેના શરીર પર ચપ્પુના ઘાના અનેક નિશાન હતા. પલકને ક્રૂરતાથી માર્યા બાદ અને ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ પટેલ સ્ટોર છોડીને જતો રહ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક સાથે રસોડા તરફ જતા જોવા મળે છે અને પછી રેક્સ પાછળ ગાયબ થઈ જાય છે. થોડી ક્ષણો બાદ પટેલ ફરી દેખાય છે. તે રસોડાનું ઓવન બંધ કરે છે અને સ્ટોરમાંથી નીકળી જાય છે જાણે કે કશું થયું જ ન હોય. તેની બૉડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવ સાવ નોર્મલ દેખાય છે.

આ ક્રૂરતાભરી હત્યાએ મેરીલેન્ડમાં ચકચાર મચાવી દીધી હતી.સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે હત્યા બાદ ભદ્રેશ પટેલે નેવાર્કની એક હોટેલમાં ચેક ઈન કર્યું હતું  અને રૂમમાં કેશ આપતો જોવા મળ્યો હતો. તે ત્યાં રાત રોકાઈને સવારે જતો રહ્યો હતો.

આ કેસની તપાસ FBI કરી રહી છે.અમેરિકા સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ તેની તપાસ ચાલી રહી છે. અમેરિકામાં ભદ્રેશના જુદા જુદા ફોટા સાથે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી અને ફ્રેન્ચમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તે જ્યાં છૂપાવાની શક્યતા હોય તેવા દુનિયાના જુદા જુદા ભાગમાં મોકલવામાં આવ્યા છે.

FBIના દિલ્હી સ્થિત એજન્ટ વિવિધ રાજ્યોની પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંપર્કમાં છે. તેમને ભદ્રેશના સગા સંબંધી અને મિત્રો પર નજર રાખવાની સ્પષ્ટ સૂચના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.