Retirement/ સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસ લેવાની જાહેરાત, 2022ની સિઝન પછી ટેનિસને કહી દેશે અલવિદા

સાનિયા મિર્ઝાએ કહ્યુ, ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું. ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં.

Top Stories Sports
સાનિયા મિર્ઝાએ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે જાહેરાત કરી હતી કે 2022 તેની છેલ્લી સિઝન હશે કારણ કે તેનું શરીર થાકી રહ્યું છે અને દરેક દિવસના દબાણ માટે ઊર્જા અને પ્રેરણા હવે સમાન નથી. સાનિયા મિર્ઝાએ કહ્યુ, ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન હશે. હું એક અઠવાડિયાથી રમી રહી છું. ખબર નથી કે હું આખી સિઝન રમી શકીશ કે નહીં. પરંતુ હું આખી સીઝન માટે ત્યાં રહેવા માંગુ છું.’ સાનિયા અને તેની યુક્રેનિયન જોડીદાર નાદિયા કિચનોક ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારી ગયા હતા. તેમને સ્લોવેનિયાની તમારા ઝિદાનસેક અને કાજા જુવાનની જોડીએ.

આ પણ વાંચો :ભારતીય ક્રિકેટને અલવિદા કહેનાર યુવા ખેલાડી ઉનમુક્ત ચંદે રચ્યો ઈતિહાસ

આપને જણાવી દઈએ કે, સાનિયા (35 વર્ષ) માર્ચ 2019 માં પુત્રના જન્મ પછી ટેનિસમાં પાછી આવી હતી પરંતુ કોરોના વાયરસ મહામારી તેની પ્રગતિના માર્ગમાં આવી હતી.

Instagram will load in the frontend.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ સાનિયાએ તેની પાર્ટનર નાદિયા કિચનોક સાથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાનિયાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આના ઘણા  કારણો છે. આ એટલું સરળ નથી કે ‘ઓકે હવે હું નહીં રમીશ’. મને લાગે છે કે મને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી રહ્યો છે. મને લાગે છે કે મારો દીકરો માત્ર ત્રણ વર્ષનો છે અને હું તેની સાથે આટલી મુસાફરી કરીને તેને જોખમમાં મૂકું છું, અને તે કંઈક એવું છે જેનું મારે ધ્યાન રાખવું પડશે.”

આ પણ વાંચો :પાકિસ્તાનનાં યુવા ફાસ્ટ બોલરની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી, ટેસ્ટિંગમાંથી થયુ પડશે પસાર

તેણે કહ્યું, “મારું શરીર પણ હવે નબળું પડી રહ્યું છે. આજે મારો ઘૂંટણ ખરેખર દુખે છે. હું એમ નથી કહેતો કે આ કારણે અમે હારી ગયા, પરંતુ મને લાગે છે કે મને સાજા થવામાં થોડો સમય લાગી રહ્યો છે કારણ કે હું વૃદ્ધ થઈ રહી છું.”

Instagram will load in the frontend.

સાનિયા મિર્ઝાએ મહિલા ડબલ્સમાં 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલડન અને યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં તે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2015માં યુએસ ઓપનનું ટાઇટલ જીતી ચૂકી છે.

સાનિયાએ પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2003માં કરી હતી. છેલ્લા 19 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે અને અનેક ઇન્ટરનેશનલ ટુનામેન્ટમાં ભારતને જીત અપાવી છે. તે પોતાના કરિયરમાં ડબલ્સમાં નંબર-1 પણ રહી ચૂકી છે. સાનિયા મિર્ઝા સિંગલ્સમાં ટોચના 100 માં પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. સાનિયાએ 2010માં પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :સચિન તેડુંલકરનો વિરાટ રેકોર્ડ તોડવાની નજીક છે કોહલી

આ પણ વાંચો : પૂર્વ ફાસ્ટ બોલરનો વિરાટ પર કટાક્ષ, કહ્યુ- પોતે રન બનાવી નથી શકતો અને બીજા ખેલાડીઓ તરફ આંગળીઓ ચીંધી રહ્યો છે

આ પણ વાંચો :ધોનીનાં ગેરેજમાં 1971 ની Vintage કાર ઉમેરાઇ, ઓનલાઇન હરાજીમાં લગાવી હતી બોલી